Get The App

EPFO સબસ્ક્રાઈબર્સને મળી રાહત, ક્લેમ પ્રોસેસ કરવા હવે આ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
EPFO સબસ્ક્રાઈબર્સને મળી રાહત, ક્લેમ પ્રોસેસ કરવા હવે આ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે 1 - image


EPFO New Rules:  એમ્પોલોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)ને તેના સબ્સ્ક્રાઈબર્સ માટે ક્લેમની પ્રક્રિયા સરળ બનાવી છે. જેનો લાભ તેના કરોડો ગ્રાહકોને થશએ. EPFOએ તાજેતરમાં એક પરિપત્ર જારી કરીને જણાવ્યું હતું કે હવે દાવાઓ માટે બેન્ક પાસબુક અને ચેકબુકની કોપી અપલોડ જરૂર નહીં પડે. EPFOના આ નિર્ણયથી ગ્રાહકોને રાહત મળી છે.

EPFOએ કહ્યું કે જો સબસ્ક્રાઇબર બાકીની તમામ યોગ્યતા પૂરી કરે છે તો તેણે ચેક બુક કે પાસબુકની કોપી અપલોડ કરવાની જરૂર નથી. EPFOએ કહ્યું કે આનાથી ઓનલાઈન ક્લેમના ઝડપી સેટલમેન્ટ થશે. આ સાથે સબસ્ક્રાઇબર્સને ક્લેમ રિક્વેસ્ટ સબમિટ કરવામાં પણ સરળતા રહેશે. વાસ્તવમાં, અગાઉ ઘણા EPFO ક્લેમ ચેકબુક લીફ અથવા બેન્ક પાસબુકની કોપી અપલોડ ન કરવા બદલ નકારી કાઢવામાં આવતા હતા.

EPFOના પરિપત્ર અનુસાર, આ નિર્ણય ક્લેમ રિજેક્ટની સંખ્યા ઘટાડવા માટે લેવામાં આવ્યો છે. ચેકબુક લીફ કે બેન્ક પાસબુકની કોપી અપલોડ ન કરવાની છૂટ અમુક કિસ્સાઓમાં જ આપવામાં આવી છે.

આ રીતે ક્લેમ કરી શકો છો

• EPF સભ્યો બેન્કના KYCનું ઓનલાઈન વેરિફિકેશન કરી શકે છે.

• સભ્યોએ બેન્ક KYC વેરિફિકેશન પૂર્ણ કરવા માટે એમ્પ્લોયર દ્વારા DSC (ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ) મેળવવું પડશે.

• બેન્કની આધાર વિગતો UIDAI દ્વારા ચકાસવાની રહેશે.

ઑનલાઇન કેવી રીતે ક્લેમ કરવો

• EPFOની સત્તાવાર વેબસાઇટ https://unifiedportal-mem.epfindia.gov.in/ની મુલાકાત લો.

• હવે UAN નંબર અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરો.

• આ પછી ક્લેમનો વિભાગ પસંદ કરો, જેમાં ક્લેમના વિકલ્પોમાંથી કોઈપણ એક પસંદ કરો.

• હવે સ્ક્રીન પર દર્શાવેલ તમામ વિગતો ક્રોસ વેરીફાઈ કરો.

• આ પછી તમામ જરૂરી દસ્તાવેજો (EPFO ક્લેમ માટેના દસ્તાવેજો) અપલોડ કરવાના રહેશે.

• હવે સભ્યએ તમામ માહિતી માન્ય કરવી પડશે અને ક્લેમ રિક્વેસ્ટ સબમિટ કરવી પડશે.

• બાદમાં ક્લેમની પ્રક્રિયા EPFO પોર્ટલ પર બતાવવામાં આવશે.  



Google NewsGoogle News