Get The App

EPF માંથી પૈસા ઉપાડતી વખતે આ બાબતોનું ધ્યાન રાખજો! નહીં તો અરજી રિજેક્ટ થવાની શક્યતા

Updated: Sep 19th, 2024


Google NewsGoogle News
EPFO Withdrawal Process


EPFO Withdrawal Process: કર્મચારીઓ માટે રિટાયરમેન્ટ ફંડની જોગવાઈ કરી આપતું એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) અમુક કિસ્સામાં ફંડ ઉપાડવા મંજૂરી આપે છે. પરંતુ જો  પૈસા ઉપાડતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં લેવામાં ન આવે તો અરજી રદ થવાની સંભાવના વધી જાય છે.

જ્યારે રેકોર્ડમાં સબસ્ક્રાઇબરની વિગતો તેની અરજીમાં આપેલી વિગતો સાથે મેળ ખાતી ન હોય અથવા સબસ્ક્રાઇબરનું નામ, જન્મ તારીખ અને અધૂરી કેવાયસી પ્રક્રિયાના કારણે અરજી રદ થાય છે. તેથી, ગ્રાહકે ઉપાડ દરમિયાન અરજી રજૂ કરતાં પહેલાં દરેક માહિતીની ઝીણવટપૂર્વક તપાસ કરવી જોઈએ.

જ્યારે પણ તમે નોકરી બદલો છો, ત્યારે તમારા એમ્પ્લોયર બદલાય છે. આ અંગેની તમારી માહિતી EPFO પોર્ટલ પર અપડેટ કરવી જોઈએ. દરેક એમ્પ્લોયર સાથે તમારી શરૂઆતની તારીખ અને છોડવાની તારીખ વિશે સ્પષ્ટ માહિતી હોવી જોઈએ.

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN)

તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર સક્રિય હોવો આવશ્યક છે. આધાર-પાન સાથે UAN નંબર લિંક હોવાથી નોકરી બદલવા પર નવા UANની જરૂર પડતી નથી. જેથી ઉપાડ પ્રક્રિયા સરળ બની છે. જો કે, ઉપાડ માટે અરજી કરતી પહેલાં UAN એક્ટિવેટ કરવો જરૂરી છે.

આ પણ વાંચોઃ Tupperware Bankruptcy: 77 વર્ષ જૂની કંપનીનું દેવાળું ફૂંકાયું, અચાનક નાદારી જાહેર કરતા લોકો સ્તબ્ધ

બેન્ક ખાતાની વિગતો

દાવો દાખલ કરતાં પહેલાં તમારે તમારા બેન્ક ખાતાની વિગતો અને IFSC કોડ બે વખત ચેક કરવા જોઈએ. જો બેન્ક ખાતા સંબંધિત માહિતી સાચી નહીં હોય, તો તમારી અરજી નકારવામાં આવશે. તમારે એ તપાસવું પડશે કે તમારા આઈડી પ્રૂફમાં તમારું નામ, જન્મ તારીખ, પિતાનું નામ, જાતિની માહિતી EPFO રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નહીં. તો તમે મેમ્બર સર્વિસ પોર્ટલ પર ચેક કરી શકો છો.

નોમિનેશન વિગતો

તમારા નોમિનેશનની વિગતો હોવી મહત્વપૂર્ણ છે. દાવો કરતાં પહેલાં તેની ખાતરી કરવી પડશે. તેમાં દર્શાવેલ કોઈપણ માહિતી ખોટી હોય અથવા અયોગ્ય હોય તો અરજી નકારી શકે છે.

ક્લેમ ફાઈલ કરતાં પહેલાં આ બાબતોનું ધ્યાન રાખો

યોગ્ય ફોર્મ પસંદગી: EPFOમાં વિવિધ હેતુઓ માટે અરજી ફોર્મ જુદા-જુદા હોય છે. જો તમે ક્લેમ માટે ફોર્મ ભરવા જઈ રહ્યા છો તો યોગ્ય ફોર્મ પસંદ કરો.

ઉપાડની મર્યાદા: EPFO સબ્સ્ક્રાઇબર્સને વિવિધ હેતુઓ માટે પૈસા ઉપાડવાની મંજૂરી આપે છે. જો કે, હેતુ મુજબ ઉપાડની મર્યાદા પણ અલગ અલગ છે. જેથી તમે ફાઈનલ સેટલમેન્ટ માટે અરજી કરી રહ્યા હોવ તો તેના માટે યોગ્યતા ચકાવસી.

ફોર્મ યોગ્ય રીતે ભરો: ફોર્મ યોગ્ય રીતે ભરવાનું રહેશે. તેમાં આપવામાં આવેલી દરેક માહિતી સાચી હોવી જોઈએ. જો જરૂરી હોય તો તમે સહાયક દસ્તાવેજો જોડી શકો છો. જેમ કે તમે ID અથવા સરનામાનો પુરાવો આપી શકો છો.

KYC વિગતો અપડેટ કરો: તમારી KYC વિગતો અપડેટ થવી જોઈએ. તમારા આધાર, PAN અને બેન્ક ખાતાની વિગતો અપડેટ અને EPF ખાતા સાથે લિંક કરવી જોઈએ.

સામાન્ય રીતે, ઉપાડના દાવાઓ 20 દિવસની અંદર પ્રક્રિયા કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સમય થોડો વધારે લાગી શકે છે. પ્રક્રિયામાં વિલંબ ટાળવા માટે તમે તમારા એમ્પ્લોયરને તમારા દાવા વિશે અગાઉથી જાણ કરી શકો છો. આ સાથે તેને કન્ફર્મેશન આપવામાં વધારે સમય નહીં લાગે.

EPF માંથી પૈસા ઉપાડતી વખતે આ બાબતોનું ધ્યાન રાખજો! નહીં તો અરજી રિજેક્ટ થવાની શક્યતા 2 - image


Google NewsGoogle News