Get The App

પાછલી જિંદગીમાં આરામથી જીવવું છે, તો EPFમાં આટલું રોકાણ કરીને નિવૃત્તિ માટે કરોડોનું ફંડ ઊભું કરો

Updated: Sep 4th, 2024


Google NewsGoogle News
EPFO

Image: FreePik


Wealth Creation By EPF Investments: નોકરી કરતાં મોટાભાગના લોકોનું સપનુ હોય છે કે, તેઓ તેમનુ રિટાયરમેન્ટ આરામદાયક અને નાણા ભીડ વિના શાંતિથી પસાર કરી શકે. પરંતુ તેના માટે મોટું ભંડોળ એકત્ર કરેલુ હોવુ જરૂરી છે. શું તમે જાણો છો કે, સરકારી પેન્શન યોજના ઈપીએફઓ એકાઉન્ટમાં આપવામાં આવતું સતત યોગદાન તમારા માટે કરોડોનું કોર્પસ ઉભુ કરી શકે છે. 

નિશ્ચિત પગાર સાથે પીએફમાં શરૂ કરેલ યોગદાન અને તેમાં પગારમાં વૃદ્ધિ સાથે થતાં વધારાને ધ્યાનમાં લેતાં રિટાયરમેન્ટ દરમિયાન કરોડોનું કોર્પસ ઉભુ કરી શકો છો. આવો કેલ્યુકેશનની મદદથી પીએફ એકાઉન્ટમાં કેવી રીતે કરોડો રૂપિયા જમા થઈ શકે છે? તેના વિશે સમજીએ...

50 હજારના પગાર પર જમા થશે અઢી કરોડ

જો તમારો કુલ માસિક પગાર રૂ. 50 હજાર છે, અને પીએફ એકાઉન્ટમાં દરમહિને 12 ટકા યોગદાન આપો છો, તમારી વય 30 વર્ષની છે, તો તમને સરકાર દ્વારા 8.1 ટકા વ્યાજ મળે છે. વાર્ષિક ધોરણે તમારા પગારમાં 5 ટકાનો વધારો ધ્યાનમાં લેતાં રિટાયરમેન્ટ સુધી રૂ. 2,53,46,997નું કોર્પસ એકત્ર કરી શકો છે. જે તમારા રિટાયરમેન્ટને સરળ અને શાંતિમય બનાવે છે.

આ પણ વાંચોઃ 78 લાખ ઈપીએસ પેન્શનરો માટે ખુશખબર, પહેલી જાન્યુઆરીથી દેશની કોઈ પણ બેંકમાંથી મળશે પેન્શન

કેટલુ યોગદાન આપી શકો છો?

કોઈપણ એમ્પ્લોયર દ્વારા કર્મચારીના પીએફ એકાઉન્ટમાં કર્મચારીની સમકક્ષ પગારના 12 ટકા યોગદાન આપવામાં આવે છે. તમે યોગદાનમાં વધારો પણ કરી શકો છો. તેમજ પીએફમાં જમા રકમ પર વાર્ષિક 8.25 ટકા વ્યાજ નિશ્ચિત છે.

પેન્શન મેળવવાનો નિયમ

ઈપીએફઓ કર્મચારીઓને રિટાયરમેન્ટ બાદ પેન્શન પણ પ્રદાન કરે છે. ઈપીએફઓના નિયમો અનુસાર, કોઈપણ કર્મચારી 10 વર્ષની નોકરી કરવા પર પેન્શનના હકદાર બને છે. આ યોજના 58 વર્ષની વય સુધી પહોંચનાર પાત્ર કર્મચારીઓને પેન્શનના લાભની ગેરેંટી આપે છે. 9 વર્ષ અને 6 માસનો કાર્યકાળ પણ 10 વર્ષ સમકક્ષ ગણાય છે. પીએફ એકાઉન્ટમાં કર્મચારીનો સંપૂર્ણ હિસ્સો જમા થાય છે, જ્યારે એમ્પ્લોયરનો 8.33 ટકા હિસ્સો કર્મચારી પેન્શન યોજના (ઈપીએસ)માં જમા થાય છે અને 3.67 ટકા હિસ્સો ઈપીએફમાં જમા થાય છે.

ડિસ્ક્લેમરઃ

આ લેખનો હેતુ ફક્ત શૈક્ષણિક છે. અમે કોઈ પણ પ્રકારના રોકાણની સલાહ આપતા નથી. શેરબજારમાં રોકાણ કરવા માટે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે. ‘ગુજરાત સમાચાર’ના કોઈ પણ પ્લેટફોર્મ પર પ્રકાશિત થતાં લેખનું અમે સંપૂર્ણ સમર્થન કરતા નથી. આ તમામ લેખ જે તે ફાઈનાન્સિયલ એડવાઈઝર કે એક્સપર્ટના અંગત વિચાર અને વિશ્લેષણ છે. કોઈ પણ વાચકને શેરબજારમાં રોકાણ કર્યા પછી નુકસાન થશે, તો ‘ગુજરાત સમાચાર’ સંસ્થા તેમને કોઈ પણ પ્રકારનું વળતર આપવા બંધાયેલી નથી.

પાછલી જિંદગીમાં આરામથી જીવવું છે, તો EPFમાં આટલું રોકાણ કરીને નિવૃત્તિ માટે કરોડોનું ફંડ ઊભું કરો 2 - image


Google NewsGoogle News