Get The App

દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે એમિરેટ્સની એરબસ A350 ફ્લાઈટ શરૂ થશે

Updated: Jan 23rd, 2025


Google NewsGoogle News
Emirates Launches A350-900 Airbus


Emirates Launches A350-900 Airbus in India: યુએઈની અગ્રણી એર કેરિયર એમિરેટ્સે ભારતના બે મેટ્રો શહેરો મુંબઈ અને અમદાવાદમાં એરબસ એ350-900 લોન્ચ કરવા જઈ રહ્યું છે. છેલ્લા ઘણાં સમયના વિલંબ બાદ આ ફ્લાઈટ 26 જાન્યુઆરી 2025થી શરૂ થઈ જશે. મુંબઈ અને અમદાવાદમાં જૂના બોઈંગ 777-200LRની સાથે હવે એડવાન્સ ટેક્નોલોજી, પેસેન્જર કમ્ફર્ટ, અને ફ્યુલ એફિશિયન્સી માટે જાણીતી એ350-900 ફ્લાઈટ ઉડાન ભરશે. હાલ, મુંબઈ ભારતમાં એમિરેટ્સનું સૌથી મોટું સ્ટેશન છે.

મુંબઈમાં એરબસ 350-900ની પાંચ ફ્લાઈટ ઓપરેટ થશે

મુંબઈમાં એમિરેટ્સ રોજની પાંચ ફ્લાઈટ ઓપરેટ કરે છે, જેમાં બોઈંગ 777-300ER/777-200LRની ચાર ફ્લાઈટ અને વિશ્વના સૌથી મોટા પેસેન્જર એરક્રાફ્ટ-એરબસ A380-800ની એક ફ્લાઈટ સામેલ છે. હવે 26 જાન્યુઆરી, 2025થી એમિરેટ્સે શરૂ કરેલું બ્રાન્ડ ન્યૂ A350-900 એરક્રાફ્ટ 777-200LRના સ્થાને EK 502/503 ઓપરેટ થશે.

A350-900 એરક્રાફ્ટનો સમય

EK 502 ફ્લાઈટ દુબઈના સ્થાનિક સમય બપોરના 1.15 વાગ્યે ઉડાન ભરશે, જે સાંજે 5.50 વાગ્યે મુંબઈ પહોંચશે. રિટર્ન ફ્લાઈટ EK 503 મુંબઈમાંથી સાંજે 7.20 વાગ્યે ઉડાન ભરશે, જે દુબઈમાં સ્થાનિક સમય રાત્રે 9.05 વાગ્યે પહોંચશે.

અમદાવાદથી અઢી કલાકમાં દુબઈ પહોંચાડશે

એમિરેટ્સ અમદાવાદમાં સાપ્તાહિક 9x ફ્લાઈટ ઓપરેટ કરે છે. જેમાં હાલ બોઈંગ 777-200LRs દ્વારા સંચાલિત EK 538/539 ફ્લાઈટ ઉપલબ્ધ છે. અન્ય 2x વિકલી ફ્લાઈટ બોઈંગ 777-300ER/777-200LR ઓપરેટ થાય છે. 26 જાન્યુઆરી, 2025થી A350-900 સાથે EK 538/539ને રિપ્લેસ કરાશે, જ્યારે અન્ય 2x વિકલી એટલે કે શનિવાર અને રવિવારે 777-300ER/777-200LR ફ્લાઈટ ઓપરેટ થશે.

દુબઈ EK 538 ફ્લાઈટ સ્થાનિક સમયાનુસાર, દુબઈથી રાત્રે 10.50 વાગ્યે ઉડાન ભરશે, જે અમદાવાદમાં મોડી રાત્રે 2.55 વાગ્યે ઉતરાણ કરશે. જ્યારે અમદાવાદથી દુબઈ 2.20 કલાકમાં પહોંચાડશે. અમદાવાદમાં વહેલી સવારે 4.25 વાગ્યે ઉડાન ભરશે અને દુબઈમાં વહેલી સવારે 6.15 વાગ્યે પહોંચશે.

દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે એમિરેટ્સની એરબસ A350 ફ્લાઈટ શરૂ થશે 2 - image

અમદાવાદમાં એમિરેટ્સની પ્રથમ પ્રીમિયમ ઈકોનોમી ફ્લાઈટ

અમદાવાદમાં એમિરેટ્સના A350-900 એરક્રાફ્ટ સાથે કંપનીની પ્રથમ પ્રીમિયમ ઈકોનોમી પ્રોડક્ટ સંચાલિત થશે. 312 પેસેન્જરની ક્ષમતા ધરાવતા એરક્રાફ્ટમાં 32 સીટ બિઝનેસ ક્લાસની અને 21 સીટ પ્રીમિયમ ઈકોનોમી ક્લાસની છે, જ્યારે 259 સીટ ઈકોનોમી ક્લાસ છે. એરબસ A350-900 એ વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ અને એડવાન્સ એરક્રાફ્ટ પૈકી એક છે. જેના અદ્યતન ફીચર્સ પેસેન્જર્સના કમ્ફર્ટ અને ઓપરેશનલ અસરકારકતામાં વધારો કરે છે. તદુપરાંત જૂના એરક્રાફ્ટની તુલનાએ ફ્યુલના વપરાશ અને કાર્બન ઉત્સર્જનમાં 25 ટકા સુધીનો ઘટાડો કરે છે.

દુબઈ જતાં લોકો માટે ગુડ ન્યૂઝ, અમદાવાદ-મુંબઈ માટે એમિરેટ્સની એરબસ A350 ફ્લાઈટ શરૂ થશે 3 - image


Google NewsGoogle News