Get The App

હોમ લોન અને કાર લોનના EMI અંગે શું લેવાયો નિર્ણય? RBIએ કરી સ્પષ્ટતા

Updated: Nov 7th, 2024


Google NewsGoogle News
shashikant-das


RBI Repo Rate: જો તમે પણ હોમ લોન કે કાર લોનની EMI ઓછી થવાની અપેક્ષા રાખી રહ્યા છો, તો અત્યારે તમારે લાંબો સમય રાહ જોવી પડશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના ગવર્નર શશિકાંત દાસે સ્પષ્ટતા કરી છે કે ઊંચા ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને RBI હાલમાં વ્યાજ દરોમાં કોઈ ઘટાડો કરશે નહીં.

EMIમાં કોઈ ઘટાડો થશે નહીં

ફુગાવાને જોતા વ્યાજદરમાં ઘટાડો કરવાના કોઈ સંકેત નથી. આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડો કરે તે પછી જ બેંકો હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન પરના વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય કરે છે. ગવર્નર શશિકાંત દાસે જણાવ્યું હતું કે ઑક્ટોબરમાં ફુગાવાના દરમાં વધારો થવાની ધારણા છે. આથી ફુગાવો વધુ હોવાથી વ્યાજદર ઘટાડી શકાય નહિ. 

છેલ્લા 2 વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો નથી

RBIએ છેલ્લા 2 વર્ષમાં વ્યાજ દરમાં ઘટાડો કર્યો નથી. જો કે ઑક્ટોબરમાં યોજાયેલી નાણાકીય નીતિની બેઠક દરમિયાન કેટલાક ફેરફારોની અપેક્ષા રાખવામાં આવી હતી, પરંતુ આરબીઆઈ ગવર્નરે પહેલેથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અત્યારે વ્યાજ દર જે છે તે જ રહેશે. 

હોમલોનના વ્યાજ દર 

- SBI: 8.50% થી 10.20%

- બેંક ઓફ બરોડા: 8.40% થી 10.90%

- પંજાબ નેશનલ બેંક : 8.40% થી 10.15%

- ICICI  બેંક: 8.85% થી 10.50%

- HDFC બેંક: 8.95% થી 10.65%

કાર લોન વ્યાજ દરો

-  SBI: 8.70% થી 10.50%

- HDFC બેંકઃ 8.85% થી 12.75%

- એક્સિસ બેંક: 8.90% થી 13.00%

- ICICI બેંકઃ 8.85% થી 12.50%

- બેંક ઓફ બરોડા: 8.50% થી 10.70%

આ પણ વાંચો: શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 890 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી પણ કડડભૂસ, રોકાણકારોને મોટું નુકસાન

શૈક્ષણિક લોનના વ્યાજ દરો

- SBI: 9.15% થી 11.50% (ભારત અને વિદેશમાં અભ્યાસ માટે અલગ-અલગ દર)

- પંજાબ નેશનલ બેંક: 8.85% થી 11.85%

- બેંક ઓફ બરોડા: 8.75% થી 10.50%

- ICICI બેંક: 10.25% થી 12.00%

- એક્સિસ બેંક: 10.75% થી 13.00%

અહીં નવેમ્બર 2024 સુધી ભારતની મુખ્ય બેંકો દ્વારા લેવામાં આવતા ઘર, કાર અને શિક્ષણ લોનના વ્યાજ દરો છે. આ દરો બેંક, લોનની રકમ, કાર્યકાળ અને ગ્રાહક પ્રોફાઇલના આધારે બદલાઈ શકે છે.

હોમ લોન અને કાર લોનના EMI અંગે શું લેવાયો નિર્ણય? RBIએ કરી સ્પષ્ટતા 2 - image


Google NewsGoogle News