Get The App

એલન મસ્કનુ Twitter કર્મચારીઓ માટે નવુ ફરમાન: અઠવાડિયામાં 80 કલાક કામ કરવુ પડશે, WFH પણ નહીં

Updated: Nov 12th, 2022

GS TEAM


Google News
Google News
એલન મસ્કનુ Twitter કર્મચારીઓ માટે નવુ ફરમાન: અઠવાડિયામાં 80 કલાક કામ કરવુ પડશે, WFH પણ નહીં 1 - image


- એલોન મસ્કે ટ્વિટરના અડધા કર્મચારીઓની છટણી કરી હતી

નવી દિલ્હી, તા. 12 નવેમ્બર 2022, શનિવાર

44 અબજ ડોલરમાં કંપની ખરીદ્યા બાદ ટ્વિટર કર્મચારીઓને તેમના પ્રથમ સંબોધનમાં એલોન મસ્કે કહ્યું કે ટ્વિટરનું દેવાળિયુ હોવાની સંભાવના છે. જો તે વધુ કમાવાનું શરૂ નહીં કરે. પરિસ્થિતિથી પરિચિત લોકોએ જણાવ્યું હતું કે, બે અઠવાડિયાના સમયગાળામાં એલોન મસ્કે ટ્વિટરના અડધા કર્મચારીઓની છટણી કરી હતી. મોટાભાગના ઉચ્ચ અધિકારીઓને બહાર ફેંકી દેવામાં આવ્યા હતા અને બાકીના કર્મચારીઓને ઘરેથી કામ કરવાનું બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એક્ઝિક્યુટિવ ઓફિસર યોએલ રોથને મસ્કની નજીકના લોકોમાં ગણવામાં આવતા હતા પરંતુ તેમને પણ કંપની છોડવી પડી હતી. અન્ય એક રોબિન વ્હીલરે પણ રાજીનામું આપ્યું હતું પરંતુ મસ્કે તેને કામ ચાલુ રાખવા માટે રાજી કર્યા હતા.

મસ્કે કંપનીને લગભગ 13 બિલિયન ડોલરની લોન આપી છે જે હવે સાત વોલ સ્ટ્રીટ બેંકોના હાથમાં છે. મસ્કની દેવાળિયાની ટિપ્પણી પહેલાં પણ કેટલાક ફંડો ડૉલર પર 60 સેન્ટના રૂપમાં લોન ખરીદવાની ઓફર કરી રહ્યા હતા. સામાન્ય રીતે આ ઓફર એવી કંપનીઓ માટે કરવામાં આવે છે જે નાણાકીય તકલીફમાં હોય છે. મસ્કે તેના સંબોધનમાં ઘણી વધુ ચેતવણીઓ જારી કરી હતી. તેમાં કર્મચારીઓને અઠવાડિયામાં 80 કલાક કામ કરવા, મફત લંચ અને અન્ય ઑફિસ ભથ્થાં અને ઘરેથી કામ સમાપ્ત કરવાનો સામેલ છે.

આ બાબતથી વાકેફ વ્યક્તિના જણાવ્યા પ્રમાણે મસ્કે કહ્યું કે, જો તમે આવવા નથી માંગતા તો રાજીનામું સ્વીકારો. ટ્વિટરની ફાઈનાન્સ અને ભવિષ્યની ચર્ચા કરતા મસ્કે જણાવ્યું હતું કે, કંપનીને ટ્વીટર બ્લુ માટે 8 ડોલર સબ્સક્રિપ્શન પ્રોડક્ટને તાત્કાલિક આગળ વધારવાની જરૂર છે. મસ્કની મેનેજમેન્ટ શૈલીથી પરિચિત વ્યક્તિએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં પણ મસ્કે તેના કામદારોને પ્રોત્સાહિત કરવા માટે કંપનીના નાણાકીય રૂપથી બરબાદ થવાના જોખમનો ઉપયોગ કરતા રહ્યા છે. આ વ્યક્તિએ કહ્યું કે મસ્ક એવી છાપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે કે જો લોકો સખત મહેનત નહીં કરે તો ટ્વિટર ખૂબ જ ખરાબ સ્થિતિમાં આવી જશે. મસ્કે તે પ્રોડક્ટ્સનો પણ સંકેત આપ્યો છે જે તે રજૂ કરવા માંગે છે. તેમાં ચુકવણીઓ, જાહેરાતો (જે વધુ ઇન્ટરેક્ટિવ અને આકર્ષક છે) અને TikTok ની જેમ Twitter એપ્લિકેશન પર ઓનબોર્ડિંગને સરળ બનાવવું પ્રમુખ છે. 

Tags :