Get The App

વિશ્વના ટોચના ધનિક એક વર્ષમાં જેટલું કમાયા, ઈલોન મસ્કે એક દિવસમાં જ તેટલી કમાણી કરી લીધી

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
વિશ્વના ટોચના ધનિક એક વર્ષમાં જેટલું કમાયા, ઈલોન મસ્કે એક દિવસમાં જ તેટલી કમાણી કરી લીધી 1 - image



Tesla Share Price Boom: ગઈકાલે બુધવારે ટેસ્લાના શેરમાં ભારે ઉછાળાના પગલે ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના સીઈઓ ઈલોન મસ્કની નેટવર્થમાં બુધવારે 12.5 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. ટેસ્લાના શેરોમાં બુધવારે 12 ટકાનો ઉછાળો નોંધાયો હતો. ઈલોન મસ્કની નેટવર્થ ગઈકાલે જેટલી વધી છે, તેટલુ વિશ્વના ટોચના ધનિક બર્નાડ અર્નોલ્ટની નેટવર્થ એક વર્ષમાં 12.9 અબજ ડોલર વધી હતી.

મસ્કની નેટવર્થ વાર્ષિક ધોરણે ઘટી

બ્લૂમબર્ગ બિલેનિયોર ઈન્ડેક્સ અનુસાર, આ વર્ષે સૌથી વધુ નેટવર્થ ગુમાવનાર અબજપતિની યાદીમાં મસ્ક પ્રથમ છે. જેમની નેટવર્થ આ વર્ષે 50.4 અબજ ડોલર ઘટી છે. મસ્ક 179 અબજ ડોલરની નેટવર્થ સાથે દુનિયાના ટોચના ધનિકોની યાદીમાં ચોથા ક્રમે છે.

જેફ બેજોસની નેટવર્થ પણ ઘટી

બર્નાડ અર્નોલ્ટ 220 અબજ ડોલરની સાથે આ યાદીમાં પ્રથમ ક્રમે છે. એમેઝોનના ફાઉન્ડર જેફ બેજોસ 199 અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમે છે. બુધવારે તેમની નેટવર્થમાં 2.59 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો હતો.

વિશ્વની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકની પેરેન્ટ કંપની મેટા પ્લેટફોર્મ્સના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 175 અબજ ડોલરની નેટવર્થ સાથે ચોથા ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 47.1 અબજ ડોલરની વૃદ્ધિ નોંધાઈ છે. માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ (150 અબજ ડોલર) પાંચમા ક્રમે, લેરી પેજ (143 અબજ ડોલર) છઠ્ઠા ક્રમે, સ્ટીવ બાલમર (142 અબજ ડોલર) સાતમા ક્રમે, સર્ગેઈ બ્રિન (135 અબજ ડોલર) આઠમા, વોરેન બફે (134 અબજ ડોલર) નવમો, અને લેરી એલિસન (129 અબજ ડોલર) દસમા ક્રમે છે.

એશિયાના ધનિક મુકેશ અંબાણીની સંપત્તિ ઘટી

રિલાયન્સના શેરમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગ નોંધાતાં એશિયા અને ભારતના ટોચના ધનિક મુકેશ અંબાણીની નેટવર્થ બુધવારે રૂ. 80.5 કરોડ ઘટી હતી. જે 112 અબજ ડોલરની નેટવર્થની સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 11માં ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 15.7 અબજ ડોલરની તેજી નોંધાઈ છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી નેટવર્થમાં બુધવારે 50.5 કરોડ ડોલરનો ઘટાડો નોંધાયો છે. ગૌતમ અદાણી ધનિકોની યાદીમાં 13માં ક્રમે છે.


Google NewsGoogle News