જજ સામે જ ગંભીર આરોપો મૂકતાં ઈલોન મસ્કની કંપની 'X' એ આ દેશમાં કામકાજ બંધ કરી દીધું

Updated: Aug 18th, 2024


Google NewsGoogle News
જજ સામે જ ગંભીર આરોપો મૂકતાં ઈલોન મસ્કની કંપની 'X' એ આ દેશમાં કામકાજ બંધ કરી દીધું 1 - image


'X' Shut Down Operations In Brazil: એલોન મસ્કે બ્રાઝિલમાં તેની કંપની 'X' (અગાઉ ટ્વિટર)નું કામકાજ બંધ કરી દીધું છે. તેણે આ નિર્ણય પાછળ જજ એલેક્ઝાન્ડર ડી મોરેસને જવાબદાર ઠેરવ્યા છે. તેણે કહ્યું કે, સેન્સરશિપના આદેશોનું પાલન ન કરવા બદલ તેમને ડરાવવામાં આવતા અને ધમકી આપવામાં આવી હતી. 'X'ની ગ્લોબલ ગવર્નમેન્ટ અફેર્સ ટીમે પણ તેના સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી છે. જેના કારણે બ્રાઝિલમાં  'X'ની કામગીરી તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે. આ માહિતી કંપનીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી હતી. 

આ પણ વાંચો: SEBIના જ નિયમને ઘોળીને પી ગયા માધબી બુચ, સાત વર્ષમાં કરી કરોડોની કમાણી: હિંડનબર્ગ બાદ વધુ એક રિપોર્ટ

એલોન મસ્કની કંપનીએ દાવો કર્યો છે કે, જજ એલેક્ઝાન્ડ્રે મોરેસે દક્ષિણ અમેરિકામાં તેમના કાનૂની પ્રતિનિધિને સેન્સરશિપને લઈને ધમકીઓ આપી હતી. કંપનીના કાનૂની પ્રતિનિધિને 'X'માંથી અમુક કન્ટેન્ટને દૂર કરવાનું કહેવામાં આવ્યું હતું. અને જો તેઓ કાયદાકીય આદેશોનું પાલન નહીં કરે તો તેની ધરપકડનો આદેશ પણ જારી કરવામાં આવશે. આ સાથે દરરોજ 3653 ડોલરનો દંડ પણ લગાવવામાં આવશે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણીને લઈને કોઈ જવાબ આપ્યો નથી. મસ્કે જણાવ્યું હતું કે, બ્રાઝિલમાં અમારા કર્મચારીઓને આવી  ધમકીઓ મળી રહી છે, તેથી અમે અહીંથી 'X'ની કામગીરી બંધ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: ઇલોન મસ્કના Xએ એક કર્મચારીને ખોટી રીતે જોબમાંથી કાઢયો, ચૂકવવા પડશે 5.9 કરોડ રૂપિયા

એલોન મસ્કએ કહ્યું હતું કે, 'બ્રાઝિલમાં 'X'ની સેવા લોકો માટે દરેક ક્ષણે ઉપલબ્ધ છે. અમે ભલે બ્રાઝિલમાં 'X'ની ઓફિસ બંધ કરી રહ્યા છીએ, પરંતુ અમારી  સેવા રિમોટ ઓપરેટર દ્વારા ચાલુ રહેશે, એટલે કે અહીંના લોકો 'X'ની સેવાઓનો ઉપયોગ કરી શકશે. અમે દુખી છીએ કે અમારે મજબૂરીમાં આ પગલું ભરવું પડ્યું. મસ્કે પણ આ નિર્ણયની નિંદા કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.'

જજ સામે જ ગંભીર આરોપો મૂકતાં ઈલોન મસ્કની કંપની 'X' એ આ દેશમાં કામકાજ બંધ કરી દીધું 2 - image


Google NewsGoogle News