મસ્કના 44 અબજ ડોલરમાં ટ્વિટરને ખરીદવાના પ્રસ્તાવને બોર્ડની મંજૂરી
અમદાવાદ : વિશ્વના સૌથી મોટા ટેક્નોલોજી સોદામાં એલોન મસ્કે 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. જોકે ટ્વિટરના ફેક બોટ એકાઉન્ટ કુલ એકાઉન્ટના 20% હોવાની આશંકા હેઠળ સોદો હોલ્ડ પર મુકાયો હતો. જોકે આજે ટ્વિટરના બોર્ડે મસ્કના આ સોદાને લીલીઝંડી આપી છે.
ટ્વિટરના બોર્ડે સર્વસંમતિથી મંજૂરી આપી છે. મંગળવારે ટ્વિટરે એક રેગ્યુલેટરી ફાઇલિંગમાં માહિતી આપી હતી કે અબજોપતિ અને ટેસ્લાના સીઇઓ એલોન મસ્કને કંપનીના 44 અબજ ડોલરના આ સોદાને મંજૂર કરે છે. હવે આ પ્રસ્તાવ ટ્વિટરના શેરધારકો સમક્ષ મુકવામાં આવશે.
મસ્કે 14 એપ્રિલે ટ્વિટરને 44 અબજ ડોલરમાં પ્રતિ શેર 54.20 ડોલરમાં ખરીદવાની ઓફર કરી હતી.
સોદો હાલના તબક્કે મુલતવી રાખ્યાની જાહેરાત છતા મસ્કે ટ્વિટર કર્મચારીઓ સાથેની વર્ચ્યુઅલ મીટિંગ દરમિયાન ગયા અઠવાડિયે આ સોદામાં આગળ વધવાની તેમની ઇચ્છા ફરી રજૂ કરી હતી. જોકે ટ્વિટરના શેર તેમની ઓફરિંગ ભાવથી ઓછા છે અને સોદા અંગે તથા વેલ્યુએશન અંગે શંકા ઉપજાવે છે.
મસ્કે અગાઉ ટ્વિટ કર્યું હતું કે ટ્વિટર ખરીદવાની તેમની યોજના અસ્થાયી હોલ્ડ પર મૂકવામાં આવી હતી કારણ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સની સંખ્યા અનુમાન કરતા વધુ હોવાની આશંકા છે એટલે આ સ્પામ બોટ કુલ એકાઉન્ટના પાંચ ટકા કરતા ઓછા છે તે બાબત સાબિત કર્યા બાદ જ સોદો આગળ વધાશે.