ઈલોન મસ્કની મેટા બાદ વિકિપીડિયાને ચેલેન્જ, કહ્યું- નામ બદલશે તો આપીશ એક અબજ ડોલર

ઈલોન મસ્કે વિકિપીડિયાના હોમપેજનો સ્ક્રીનશોટ શેર કર્યો

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
ઈલોન મસ્કની મેટા બાદ વિકિપીડિયાને ચેલેન્જ, કહ્યું- નામ બદલશે તો આપીશ એક અબજ ડોલર 1 - image


Elon Musk challenges Wikipedia : અબજોપતિ ઈલોન મસ્ક પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે મેટાને પડકાર ફેંક્યો હતો જેથી માહોલ ગરમાઈ ગયો હતો. હવે તેમણે વિકિપીડિયા સામે પંગો લઈ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે જો વિકિપીડિયા તેનું નામ બદલશે તો તેઓ તેને એક અબજ ડોલર આપશે.  

વિકિપીડિયાને ચેલેન્જ

અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે ગયા વર્ષે ટ્વિટરને સંપૂર્ણપણે ખરીદી લીધું હતું. ત્યારથી તે નવા ફેરફારો કરી રહ્યા છે. થોડા મહિના પહેલા ટ્વિટરનું નામ બદલીને X કરવામાં આવ્યું હતું. હવે આ દરમિયાન તેણે વિકિપીડિયાને પણ પડકાર ફેંક્યો છે. અબજોપતિએ કહ્યું, 'જો વિકિપીડિયા તેનું નામ બદલશે તો હું તેને એક બિલિયન ડોલર આપીશ.' આના પર યુઝરે વિકિપીડિયાને તેનું નામ બદલવાની સલાહ આપી અને કહ્યું કે જ્યારે પૈસા મળે ત્યારે તમે ફરી જુનું નામ રાખી દો. મસ્કે આના પર એક શરત મૂકી છે. તેણે કહ્યું કે હું પાગલ નથી. વિકિપીડિયાને ઓછામાં ઓછા એક વર્ષ માટે નામ બદલવું પડશે.

વિકિપીડિયાના હોમપેજનો સ્ક્રીનશોટ શેર કર્યો અને પૂછ્યા સવાલો ?

ટેસ્લાના સીઈઓએ બીજી પોસ્ટ કરી. તેમાં તેણે વિકિપીડિયાના હોમપેજનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જિમી વેલ્સ તરફથી અપીલ છે કે વિકિપીડિયા વેચવા માટે નથી. મસ્કે કહ્યું, 'શું તમે ક્યારેય વિચાર્યું છે કે વિકિપીડિયા ફાઉન્ડેશનને આટલા પૈસા કેમ જોઈએ છે? વિકિપીડિયા ઓપરેટ કરવા માટે તે ચોક્કસપણે જરૂરી નથી. બુદ્ધિશાળીઓ જાણવા માંગે છે કે તમે તમારા ફોનથી શાબ્દિક રીતે કંઈપણ ટાઈપ કરી શકો છો! તો તમારે પૈસાની શી જરૂર છે?'


Google NewsGoogle News