Get The App

સ્પેક્ટ્રમની હરાજી મુદ્દે ઈલોન મસ્ક અને અંબાણી વચ્ચે ખેંચતાણ થતાં સરકારે લીધો મોટો નિર્ણય

Updated: Oct 16th, 2024


Google NewsGoogle News
Elon musk


Mukesh Ambani And Elon Musk: ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશનના સ્પેક્ટ્રમની હરાજી મુદ્દે દિગ્ગજ ભારતીય ટેલિકોમ કંપનીઓ અને ટેસ્લા તથા સ્ટારલિંકના માલિક ઈલોન મસ્ક વચ્ચે સર્જાયેલા વિવાદનો અંત આવ્યો છે. જેમાં સરકાર દ્વારા લેવાયેલા નિર્ણયથી ભારતીય ટેલિકોમ ખેલાડીઓ સામે ઈલોન મસ્કની જીત થઈ છે.  મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિઓ અને ટેસ્લાના માલિક ઈલોન મસ્ક વચ્ચે સ્પેક્ટ્રમ હરાજી મામલે વિવાદ સર્જાયો હતો.

સરકારે લીધો નિર્ણય

ઈલોન મસ્કે વર્તમાન હરાજી પ્રક્રિયા પર વાંધો ઉઠાવતાં ટેલિકોમ સેક્ટર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે હવે કોઈ હરાજી ન કરવાનો નિર્ણય જાહેર કર્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને ભારતી એરટેલના ચેરમેન સુનીલ ભારતી મિત્તલે સ્પેક્ટ્રમ હરાજીને યોગ્ય ઠેરવવામાં આવી હતી, પરંતુ ઈલોન મસ્કે વાંધો ઉઠાવતાં આ પ્રક્રિયાને અયોગ્ય ઠેરવી હતી. મસ્કે ભારતમાં હરાજીની આ પ્રક્રિયાની ટીકા કરતાં કહ્યું હતું કે, ભારતે વૈશ્વિક નિયમોનું પાલન કરવું જોઈએ, મસ્ક ભારતીય ટેલિકોમ સેક્ટરમાં પોતાની કંપની સ્ટારલિંક સાથે પ્રવેશ કરવાના પ્રયાસમાં છે.

આ પણ વાંચોઃ હવે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવુ વધુ સરળ અને ઝડપી બનશે, ટૂંકસમયમાં ઈ-ફાઈલિંગ રિટર્ન-3.0 પોર્ટલ લોન્ચ થશે

હરાજીના બદલે સીધી ફાળવણી

જ્યોતિરાદિત્ય સિંઘિયાએ મસ્ક અને ભારતીય ટેલિકોમ કંપનીઓ વચ્ચેના વિવાદ મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી છે કે, સેટેલાઇટ બ્રોડબેન્ડ માટે સ્પેક્ટ્રમની ફાળવણી હરાજી મારફત નહીં, પરંતુ એડમિનિસ્ટ્રેટિવના આધાર પર કરવામાં આવશે. જેથી સ્પેક્ટ્રમ માટે હવે કંપનીઓએ ઊંચા બીડ ભરવા પડશે નહીં.

મસ્ક કેમ નારાજ?

મસ્કની કંપની સ્ટારલિંક સ્પેક્ટ્રમના એડમિનિસ્ટ્રેટિવ આધાર પર ફાળવણીને સમર્થન આપે છે. એમેઝોન કૂપન જેવી અનેક કંપનીઓ વૈશ્વિક નિયમોને સમર્થન આપે છે. જ્યારે રિલાયન્સ જિઓ અને એરટેલ હરાજી સંબંધિત પ્રક્રિયાને સમર્થન આપી રહી હતી. મસ્કે વિરોધ દર્શાવ્યો હતો. ઉલ્લેખનીય છે, અમેરિકાની એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયને (ITU) સેટેલાઇટ સ્પેક્ટ્રમ રજૂ કરતાં નોમિનેટ કરવાની વાત કરી હતી. ભારત પણ ITUની સભ્ય છે.

સ્પેક્ટ્રમની હરાજી મુદ્દે ઈલોન મસ્ક અને અંબાણી વચ્ચે ખેંચતાણ થતાં સરકારે લીધો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News