ક્રૂડ વધતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો ઉંચકાયા : આયાતી તેલોમાં મિશ્ર હવામાન

- સૌરાષ્ટ્ર કોટન વોશ્ડમાં મંદી અટકી ધીમો ભાવ સુધારો

- મસ્ટર્ડ-સરસવમાં રાજસ્થાન પાછળ ભાવમાં ઘટાડો

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News
ક્રૂડ વધતાં વિશ્વ બજારમાં ખાદ્યતેલો ઉંચકાયા : આયાતી  તેલોમાં મિશ્ર હવામાન 1 - image


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે સૌરાષ્ટ્ર પાછળ સિંગતેલના ભાવ વધતા અટકી અથડાતા રહ્યા હતા. જ્યારે કપાસિયા તેલમાં ઘટાડો આગળ વધ્યો હતો. આયાતી ખાદ્યતેલો સૂસ્ત હતા. જોકે આયાતી પામતેલમાં આજે માગ વધતાં વિવિધ ડિલીવરીના કુલ આશરે ૭૦૦થી ૮૦૦ ટનના વેપાર થયા હતા. 

સૌૈરાષ્ટ્ર ખાતે સિંગતેલના ભાવ રૂ.૧૬૨૫ તથા ૧૫ કિલોના રૂ.૨૫૮૦ રહ્યા હતા જ્યારે સૌરાષ્ટ્ર કોટન વોશ્ડના ભાવ ઘટતા અટકી ધીમા સુધારા વચ્ચે રૂ.૮૩૫થી ૮૪૦ રહ્યા હતા. સૌરાષ્ટ્ર સિંગતેલના ભાવ આજે વધુ વધતા અટક્યા હતા.  દરમિયાન, અમેરિકા સોયાતેલના ભાવ આજે પ્રોજેકસનમાં ૩૧ પોઈન્ટ ઉંચકાયા હતા.

મુંબઈ હાજર બજારમાં ૧૦ કિલોના ભાવ સિંગતેલના રૂ.૧૬૫૦ તથા કપાસિયા તેલના રૂ.૯૦૦ બોલાઈ રહ્યા હતા. મુંબઈ આયાતી પામતેલમાં રેડી તથા વિકલી ડિલીવરીમાં રૂ.૮૨૦માં તથા ૫થી ૨૦ જાન્યુઆરી માટે રૂ.૮૨૫માં વેપારો થયા હતા. 

ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના ભાવ રૂ.૭૭૦ વાળા રૂ.૭૬૦થી ૭૬૫ રહ્યા હતા. મુંબઈ સોયાતેલના ભાવ ઘટી ડિગમના રૂ.૮૬૫થી ૮૭૦ તથા રિફાઈન્ડના રૂ.૯૦૫ જ્યારે સનફલાવરના ભાવ વધી રૂ.૮૬૫ તથા રિફાઈન્ડના રૂ.૯૨૫ રહ્યા હતા.

દરમિયાન, મલેશિયા ખાતે પામતેલનો વાયદો આજે ૧૮થી ૨૧ પોઈન્ટ ઉંચકાયો હતો. જ્યારે ત્યાં પામ પ્રોડકટના ભાવ અઢીથી પાંચ ડોલર વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ નીચા મથાળેથી વધી આવતાં તેની અસર વૈશ્વિક ખાદ્યતેેલોના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. 

મુંબઈ બજારમાં આજે દિવેલના હાજર ભાવ ૧૦ કિલોના રૂ.૪ વધી આવ્યા હતા જ્યારે હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૨૦ વધ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં સંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ જ્યારે સોયાખોળના ભાવ ટનના રૂ.૧૫૦૦થી ૨૦૦૦ તૂટયા હતા જ્યારે અન્ય ખોળો શાંત હતા. સોયાબીનની  આવકો આજે મધ્ય-પ્રદેશમાં ૧ લાખ ૭૫ હજાર ગુણી તથા મહારાષ્ટ્રમાં ૧ લાખ ૫ હજાર ગુણી આવી હતી. 

રાજસ્થાનમાં  આવી આવકો ૪ લાખ ગુણી આવી હતી.  મધ્ય-પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૮૯૦થી ૯૧૧ રહ્યા હતા. મસ્ટર્ડ-સરસવની આવકો રાજસ્થાનમાં ૧ લાખ ૭૫ હજાર ગુણી તથા ઓલ ઈન્ડિયા આવકો ૩ લાખ ૫૦ હજાર ગુણી આવી હતી.રાજસ્થાનમાં ભાવ કિવ.ના રૂ.૭૫ ઘટી રૂ.૫૭૦૦થી ૫૭૨૫ બોલાતા થયા હતા. મલેશિયા તથા ઈન્ડોનેેશિયામાં આવતા વર્ષે ૨૦૨૪માં ક્રૂડ પામ ઓઈલનું ઉત્પાદન ૭૦૦ લાખ ટન થવાનો અંદાજ વૈશ્વિક જાણકારો બતાવી રહ્યા હતા.

અમેરિકાના કૃષી બજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૫૭ પોઈન્ટ તથા સોયાબીનના ભાવ ૧૬૨ પોઈન્ટ તૂટયા હતા. જ્યારે સોયાખોળના ભાવ ૮૧ પોઈન્ટ માઈનસમાં  રહ્યા હતા. એરંડા વાયદા બજારમાં આજે ભાવ ધીમો ઘટાડો બતાવતા હતા. મસ્ટર્ડ-સરસવ તેલના ભાવ રૂ.૧૦ નરમ હતા.

oilseed

Google NewsGoogle News