ખાદ્યતેલોના ભાવમાં સાર્વત્રિક મંદીનો કડાકો

- એરંડા તથા દિવેલના ભાવમાં પણ મંદીનું મોજું : વાયદો તૂટી નીચામાં રૂ.૭૦૪૦ સુધી ઉતર્યો!

- મલેશિયાથી પામતેલની નિકાસમાં ઘટાડો

Updated: Jun 20th, 2022


Google NewsGoogle News
ખાદ્યતેલોના ભાવમાં  સાર્વત્રિક મંદીનો  કડાકો 1 - image


મુંબઈ : મુંબઈ તેલ-બિયાં બજારમાં આજે  વિવિધ દેશી તથા આયાતી ખાદ્યતેલોના ભાવમાં  સારવ્ત્રિક મંદી  ઝડપી ગતિથી આગળ વધી હતી નવી માગ  પાંખી હતી.   ઉત્પાદક મથકોના  તથા વિશ્વ બજારના  સમાચાર પણ  ભાવમાં તીવ્ર કડાકો બતાવી રહ્યા હતા. મલેશિયામાં   આજે પામતેલનોે વાયદો ૪૭૬ પોઈન્ટ  તૂટી જતાં ખેલાડીઓ  સ્તબ્ધ  બની ગયા  હતા.

અમેરિકામાં  જાહેર રજાના કારણે  કૃષી બજારો બંધ  હતા. મુંબઈ બજારમાં  હાજર ભાવ  ગગડી  ૧૦ કિલોદીઠ આયાતી પામતેલના રૂ.૧૩૭૫ વાળા  રૂ.૧૩૩૫  બોલાઈ ગયા હતા  જ્યારે  ગુજરાત બાજુ  ભાવ તૂટી  રૂ.૧૩૦૦ની અંદર ઉતરી  રૂ.૧૨૭૫થી ૧૨૮૦  બોલાતા થયાના ચર્ચા હતી. 

ક્રૂડ પામ ઓઈલ સીપીઓ કંડલાના   ભાવ  પણ દબાણ હેઠળ રહ્યા હતા.   દરમિયાન,  મુંબઈ હાજર બજારમાં  કપાસિયા તેલના  ભાવ તૂટી  રૂ.૧૪૭૦ બોલાયા હતા. સિંગતેલના ભાવ  રૂ.૧૫૯૦ના મથાળે સૂસ્ત હતા. સૌરાષ્ટ્ર બાજુ  ભાવ ગબડી  કોટન વોશ્ડના  રૂ.૧૪૦૦ બોલાયા હતા જ્યારે  સિંગતેલના ભાવ ઘટી રૂ.૧૫૬૦  તથા ૧૫ કિલોના  રૂ.૨૪૯૦  રહ્યાના નિર્દેશો હતા. 

દરમિયાન, મુંબઈ હાજર બજારમાં  સોયાતેલના  ભાવ ઘટી ડિગમના  રૂ.૧૩૨૦ તથા  રિફાઈન્ડના   રૂ.૧૩૮૦  રહ્યા હતા.   સનફલાવરના ભાવ  ઘટી રૂ.૧૭૦૦ તથા રિફાઈન્ડના  રૂ.૧૭૨૦  બોલાતા થયા હતા. મસ્ટર્ડના  ભાવ ઘટી  રૂ.૧૪૨૦ તથા  રિફાઈન્ડના  રૂ.૧૪૫૦  રહ્યા હતા.

દિવેલ તથા એરંડાના ભાવમાં  ઘટાડાનો   પવન ફૂંકાયો  હતો. મુંબઈ  દિવેલના હાજર ભાવ આજે ૧૦ કિલોના  ઝડપી રૂ.૨૭ તૂટી  રૂ.૧૫૦૦ની  સપાટીની અંદર  ઉતરી જાતવાર ભાવ રૂ.૧૪૭૮થી  ૧૪૯૮  બોલાતા થયા હતા.  મુંબઈ હાજર એરંડાના ભાવપણ આજે  કિવ.ના   રૂ.૭૪૨૫ વાળા રૂ.૭૨૯૦ બોલાઈ ગયા હતા.   એરંડા વાયદા  બજારમાં  એક તબક્કે  રૂ.૭૦૪૦ થઈ ૭૨૩૪ રહ્યાનું   વાયદા બજારના  સૂત્રોએ  જણાવ્યું  હતું.  મલેશિયાથી   પામતેલની નિકાસ  ૨૦ દિવસમાં  આશરે  ૧૦થી ૧૧ ટકા ઘટયાના  નિર્દેશો હતા.

દરમિયાન, ઘરઆંગણે મસ્ટર્ડની  આવકો આજે   રાજસ્થાન બાજુ  ૧ લાખ ૪૦ હજાર ગુણી  તથા  ઓલ ઈન્ડિયા  આવકો   ૨ લાખ ૭૦ હજાર  ગુણી  આવી   હતી. સોયાબીનની  આવકો મધ્ય-પ્રદેશ ખાતે  ૧ લાખ ૧૫ હજાર ગુણી  તથા ઓલ ઈન્ડીયા આવકો  ૨ લાખ ૨૫  હજાર   ગુણી નોંધાઈ  હતી. મધ્ય પ્રદેશ ખાતે  ભાવ રૂ.૬૨૫૦થી ૬૪૫૦  રહ્યા હતા.


oilseed

Google NewsGoogle News