ખાદ્યતેલના ભાવમાં ભડકો! કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધારતાં જ તેલબજાર અસ્થિર, જાણો લેટેસ્ટ રેટ

Updated: Sep 15th, 2024


Google NewsGoogle News
Edible Oil Price Up


Edible Oil Price Up After Increasing Import Duty: દેશમાં ખાદ્યતેલની આશરે 70 ટકા જરૂરિયાત આયાતી તેલથી પૂરી થાય છે તે સ્થિતિમાં કેન્દ્ર સરકારે ક્રૂડ પામ, સોયા, સૂર્યમુખી તેલ પર 20 ટકાની કસ્ટમ ડ્યુટી વધારી દેતાં તેમજ રિફાઈન્ડ તેલમાં પણ તોતિંગ ડ્યુટી વધારતા સૌરાષ્ટ્ર તેલ બજારમાં આજે બેફામ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. તેલ બજારમાં ભારે ઉથલ-પાથલ મચી હતી અને વેપારીઓની મિલો પાસેથી અને ગ્રાહકોની વેપારીઓ પાસેથી ખરીદી પણ નોંધપાત્ર ઘટી જવા પામી છે. વેપારીઓએ માલ ઉપાડવાનું મોકુફ રાખી દીઘું હતું.

સાઈડ તેલોના ભાવવધારાનો લાભ લેવા સૌરાષ્ટ્રની સિંગતેલ લોબી પણ સક્રિય થઈ છે. છેલ્લા પાંચ દિવસમાં રૂ. 90નો ઘટાડો કર્યા બાદ આજે એક દિવસમાં રૂ।.40નો વધારો ઝીંકી દીધો હતો. 

કપાસિયા રૂ. 130, સિંગતેલ રૂ. 40 મોંઘુ થયું

તેલ લોબીને અગાઉથી જ સરકાર આવી છૂટછાટ આપશે તેવો અણસાર સપ્તાહ પહેલા મળી ગયો હોય તેમ કપાસિયા-પામમાં ભાવવધારાનો દોર ચાલુ સપ્તાહના આરંભે જ શરૂ થઈ ગયો હતો. ગઈકાલ શુક્રવાર સુધીના ચાર દિવસમાં જ કપાસિયા તેલમાં રૂ. 130નો અને પામતેલમાં રૂ. 75નો આગોતરો વધારો ઝીંકી દીધો હતો. આજથી વધારાની આયાતી કસ્ટમ ડ્યુટી અમલી થવા સાથે જ એક દિવસમાં આ વધારા કપાસિયા તેલમાં રૂ.110 અને પામતેલમાં રૂ.160નો તોતિંગ વધારો ઝીંકી દીધો છે. જેના કારણે માત્ર છ દિવસમાં જ કપાસિયા તેલ પ્રતિ 15 કિલો ડબ્બાના રૂ।.240 અને પામતેલમાં રૂ।.235નો વધારો થયો છે.

આ પણ વાંચોઃFY25માં સ્ટીલ વપરાશમાં બે આંકડામાં વૃદ્ધિની અપેક્ષા : ઈકરા

મગફળીનું વાવેતર વધ્યુ હોવા છતાં ભાવ વધ્યા

આશ્ચર્યની વાત એ છે કે સિંગતેલ માટે તો ભારત સ્વનિર્ભર છે અને આ વર્ષે મગફળીનું વાવેતર ગત વર્ષથી 4 લાખ હેક્ટર વધીને 47.49 લાખ હેક્ટરમાં થયું છે. ગુજરાતમાં પણ ગત વર્ષે 16.35 લાખ હે.થી વધીને 19.10 લાખ હે.વાવેતર છે. ગત વર્ષે રાજ્યમાં એટલા વાવેતરમાં પણ 46.45 લાખ ટન મગફળીનું મબલખ ઉત્પાદન થયું હતું. આમ છતાં, સૌરાષ્ટ્રના તેલમિલરોએ ગત એક સપ્તાહમાં રૂ. 90નો ભાવ ઘટાડ્યા બાદ હવે ખેડૂતોને વઘુ ભાવ મળવાની વાતો કરીને આજે એક દિવસમાં સિંગતેલમાં અકારણ રૂ. 40નો વધારો ઝીંકી દીધો છે. આ ભાવ વધારાની રમત વચ્ચે તેલબજારમાં ખરીદી સુસ્ત છે. વેપારીઓએ જણાવ્યું કે ભાવની ઉથલપાથલથી વેપાર 50 ટકાથી વઘુ ઘટી ગયો છે અને વેપારીઓએ હાલ માલનો ઉપાડ કરવાનું ટાળ્યું છે. 

અસ્થિર તેલબજાર, માત્ર પાંચ દિવસમાં ખાદ્યતેલમાં વધારો 

ખાદ્યતેલતા.9ના ભાવતા.13ના ભાવતા.14ના ભાવવધારો રૂ.
સિંગતેલ2645-26952555-26052595-264540
કપાસિયા1770-18001880-19301990-2040240
પામતેલ1605-16101680-16851840-1845235
સૂર્યમુખી તેલ1585-16151640-16701780-1810195

ખાદ્યતેલના ભાવમાં ભડકો! કેન્દ્ર સરકારે આયાત ડ્યુટી વધારતાં જ તેલબજાર અસ્થિર, જાણો લેટેસ્ટ રેટ 2 - image


Google NewsGoogle News