દેશના અર્થતંત્રની ગાડી પાટા પર, 2024-25માં 6.6 ટકાના દરે GDP ગ્રોથ નોંધાય તેવી શક્યતાઃ RBI
RBI GDP Estimates: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 2024-25 માટે ભારતનો જીડીપી ગ્રોથ 6.6 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આરબીઆઈના જણાવ્યા પ્રમાણે, વૈશ્વિક સ્તરે આર્થિક પરિસ્થિતિઓ અને ઘરેલુ માગમાં સુધારાના કારણે દેશનો જીડીપી ગ્રોથ સ્થિર રહેવાની સંભાવના છે. ભારતીય અર્થવ્યવસ્થામાં ઝડપી સુધારાના અવકાશ સાથે આગામી નાણાકીય વર્ષમાં સકારાત્મક અસરો જોવા મળવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
આરબીઆઈએ રિપોર્ટમાં જણાવ્યું છે કે, ભારતની અર્થવ્યવસ્થા ટકાઉ અને સ્થિર ગ્રોથ કરી રહી છે. 2024-25માં જીડીપી 6.6 ટકાના દરે વધવાનો અંદાજ છે. ગ્રામીણ વપરાશને વેગ આપવા સરકારી ખર્ચ અને રોકાણમાં તેજી તેમજ સેવાઓની નિકાસને પણ વેગ મળવાની શક્યતા છે.
આ પણ વાંચોઃ યુનિયન બજેટ આશાઓઃ પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવા, ઈનકમ ટેક્સમાં રાહતની માગ
એનબીએફસીની સ્થિતિમાં સુધારો
નાણાકીય સંસ્થાઓ અને બેન્કોની બેલેન્સશીટમાં સુધારો જોવા મળ્યો છે. વધારાની મૂડી, વ્યાજમાંથી મજબૂત કમાણી, આવક અને સંપત્તિની ગુણવત્તામાં સુધારો નોંધાતા એનબીએફસીની સ્થિતિમાં સુધારો થયો છે. ગ્રોસ એનપીએ ઘટી છે. નાણાકીય સિસ્ટમમાં સ્થિરતા અને ટકાઉપણું જોવા મળ્યું છે.