2025માં સોનાનો ભાવ ઘટશે અને ચાંદીની 'ચમક' વધશે: ઈકોનોમિક સરવે
Economic Survey 2025: સરકારે સંસદમાં ઇકોનોમિક સરવે 2025 અનુસાર વર્ષ 2025માં સોનાની કિંમતોમાં ઘટાડો અને ચાંદીની કિંમતમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ અનુમાન વર્લ્ડ બેન્કના 'કમોડિટી માર્કેટ્સ આઉટલેટ' ઓક્ટોબર 2024 (World Bank's Commodity Markets Outlook)ના અહેવાલ આધારિત છે. અહેવાલ અનુસાર, 2025માં કમોડિટી માર્કેટની કિંમતમાં 5.1% અને 2026માં 1.7% નો ઘટાડો જોવા મળી શકે છે. આ ઘટાડો મુખ્ય રૂપે ક્રૂડ ઓઇલના તૂટવાના કારણે થશે. જોકે નેચરલ ગેસની કિંમતમાં વધારો અને ધાતુ તેમજ એગ્રીકલ્ચર પ્રોડક્ટની કિંમત આ ઘટાડાથી અમુક હદ સુધી સંતુલિત કરી શકે છે.
ચાંદીની કિંમત વધવાની સંભાવના
ઇકોનોમિક સરવે અનુસાર, સોનાની કિંમત ઘટવા અને ચાંદીની કિંમત વધવાની સંભાવના છે. આ સિવાય આયર્ન અને ઝિંકની કિંમતમાં ઘટાડાને કારણે ધાતુ અને ખનીજની કિંમતમાં ઘટાડો થઈ શકે છે. દેશમાં અનેક જરૂરી વસ્તુઓની આયાત કરવામાં આવે છે. સરવે અનુસાર, કોમોડિટી કિંમતમાં ઘટાડો ઘરેલું મોંઘવારી માટે પોઝિટિવ બની શકે, છે. જેનાથી આયાત ખર્ચ ઓછો થશે અને દેશની ઇકોનોમિને ફાયદો મળશે.
આ પણ વાંચોઃ Budget 2025: બજેટને સરળતાથી સમજવા માટે આ શબ્દોને સમજવા જરૂરી, વારંવાર થાય છે ઉપયોગ
સોનાની માંગ અને વિદેશી મુદ્રા ભંડાર પર અસર
2024માં ગ્લોબલ અનિશ્ચિતતા વધવાના કારણે, વિદેશી હૂંડિયામણ અનામતમાં બદલાવ આવ્યો છે. વર્ષ 2024માં સોનાના ભંડારનું સ્તર બીજા વિશ્વ યુદ્ધ બાદ સૌથી હાઇ લેવલ પર પહોંચી ગયું. તેનું મુખ્ય કારણ ઝડપથી વિકસતા અર્થતંત્રની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની મોટા પાયે ખરીદી થશે. ભારતમાં પણ સોનાની આયાતમાં વધારો વૈશ્વિક સ્તરે સોનાના ઊંચો ભાવ, ફેસ્ટિવ સિઝન પહેલાંની ખરીદી અને સુરક્ષિત રોકાણના વિકલ્પોની શોધના કારણે થયો છે.
ડૉલર પર નિર્ભરતા ઘટી
IMF અનુસાર, ગ્લોબલ ફોરેન એક્સચેન્જ રિઝર્વ સિસ્ટમમાં ધીમે-ધીમે બદલાવ આવી રહ્યો છે. ડૉલરની પ્રમુખતા ઓછી થઈ રહી છે અને બિન-પરંપરાગત ચલણની ભૂમિકા વધી રહી છે. સરવેમાં સલાહ આપવામાં આવી છે કે, જ્યાં સોનાના ભાવમાં અનુમાનિત ઘટાડો રોકાણકારોની ધારણાને પ્રભાવિત કરી શકે છે. તેનાથી વિપરિત ચાંદીની કિંમતમાં તેજીની આશાથી બુલિયન બજારને તેજી મળી શકે છે.