Get The App

કામની વાત: આજે જ કરો આ કામ, જીવનભર નહીં આવે પૈસાની કટોકટી!

Updated: Jan 1st, 2024


Google NewsGoogle News
કામની વાત: આજે જ કરો આ કામ, જીવનભર નહીં આવે પૈસાની કટોકટી! 1 - image


How to Start Investment: કેટલાક લોકો માટે માત્ર વર્ષ જ બદલાય છે. પરંતુ પરિસ્થિતિ બદલાતી નથી. જે પ્રકારનું આર્થિક સંકટ વર્ષ 2023માં પરેશાન કરી રહ્યું હતું, એવી જ સમસ્યા 2022માં પણ હશે. એટલે કે તેમના માટે માત્ર તારીખ બદલાઈ રહી છે. દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિ અને સંજોગ બદલવા ઈચ્છતી હોય છે. જેના માટે તમારે કેટલાક સખત નિર્ણયો લેવા પડશે. નાણાકીય સમસ્યાઓ દૂર કરવા થોડો સમય સંઘર્ષ કરવો પડશે, પરતું થોડા સમય પછી પરિસ્થિતિ ચોક્કસપણે બદલાશે. જેના માટે નવા વર્ષે અમુક પરિવર્તન લાવીને આર્થિક પરિસ્થિતિ બદલી શકાય છે. જેમકે....

આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું

સૌ પ્રથમ આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવો. આ માટે જરૂરી નથી કે આવક ઘણી વધારે હોવી જોઈએ. તમે ઓછી આવકમાં પણ શરૂઆત કરી શકો છો. નવા વર્ષમાં બચતને પ્રાથમિકતા આપીને બિનજરૂરી ખર્ચ ટાળવા જોઈએ. તમારી આવકમાંથી અમુક ભાગને પહેલાથી જ બચતરૂપે રાખી દો. એટલે કે જો તમારો પગાર રૂ. 25000 હોય તો તેમાંથી રૂ. 2000 બચતના ભાગરૂપે અલગ રાખી દેવા જોઈએ અને બાકી બચતી રકમમાંથી જ ઘરખર્ચ કરવો જોઈએ. જેથી આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવી શકાય.

બિનજરૂરી ખર્ચ ટાળો

બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો, તમે દર મહિને 2,000 રૂપિયા સરળતાથી બચાવી શકશો. તમે એક મહિનામાં શું ખર્ચો છો તેનું એક લિસ્ટ બનાવો. એમાં નક્કી કરો કે એવી કઈ વસ્તુઓ છે જે ન ખરીદવામાં આવે તો પણ ઘર સરળતાથી ચાલી શકે છે. પછી એ વસ્તુને લિસ્ટમાંથી કાઢી નાખો અને મહિના માટે બાકીની વસ્તુઓ એકસાથે ખરીદવાનો પ્રયાસ કરો.

બચતની રકમમાં બને એટલો વધારો કરો 

આવું કરવાથી શરૂઆતના 6 મહિના કેટલીક સમસ્યાઓ રહશે, પરંતુ વર્ષના અંત સુધીમાં, તમારી પાસે ડિપોઝિટ તરીકે 24 હજાર રૂપિયાની મૂળ રકમ હશે અને તેના પર ઓછામાં ઓછું 12 ટકા વ્યાજ મળશે. આ ઉપરાંત નોકરીયાત વર્ગનો  પગાર દર વર્ષે વધે છે. પગાર વધારાની સાથે બચતની રકમ પણ વધારતા રહો. જેથી આવનાર સમયમાં તમારી પાસે સારી એવી બચત હશે. જેના કારણે તમે આર્થિક મોરચે થોડી રાહત અનુભવશો. આટલું જ નહીં, જો પગાર 30 થી 40 હજાર રૂપિયા પ્રતિ માસ છે, તો તમે માસિક 5000 રૂપિયાથી SIP શરૂ કરી શકો છો, અને વાર્ષિક આવકના વધારા સાથે તેમાં 10 ટકાનો વધારો કરી શકો છો. 

કામની વાત: આજે જ કરો આ કામ, જીવનભર નહીં આવે પૈસાની કટોકટી! 2 - image



Google NewsGoogle News