Get The App

પોપ્લર વૃક્ષની ખેતી કરી 7થી 8 લાખ કમાવો! જાણો શું છે ખાસિયત અને માગ

Updated: Apr 8th, 2024


Google NewsGoogle News
પોપ્લર વૃક્ષની ખેતી કરી 7થી 8 લાખ કમાવો! જાણો શું છે ખાસિયત અને માગ 1 - image


Earnings Through Farming: કૃષિપ્રધાન દેશમાં ખેતી ક્ષેત્રે જાત-જાતના ઈનોવેશન અને ટેક્નોલોજીની મદદથી ખેડૂતોની આવક વધારવા પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે ખેડૂતો એક નવા વૃક્ષની ખેતી કરી મબલક કમાણી કરી શકે છે. જેની દેશમાં જ નહિં, પરંતુ વિદેશોમાં પણ ભારે માગ છે. આ વૃક્ષનું નામ છે પોપ્લર, પોપ્લર વૃક્ષની ખેતીથી ખેડૂત લાખોથી કરોડો રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.

પોપ્લરના વૃક્ષોની ખેતી ભારત ઉપરાંત વિશ્વભરના અનેક હિસ્સામાં થાય છે. એશિયા, ઉત્તર અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશઓમાં પોપ્લરના વૃક્ષોની મદદથી આકર્ષક કમાણી થઈ રહી છે. આ વૃક્ષના લાકડાંનો ઉપયોગ પેપર, હળવા વજનનું પ્લાયવુડ, ચોપ સ્ટિક્સ, બોક્સ, માચિસ વગેરે બનાવવા થાય છે.

5થી 45 ડિગ્રી સેલ્સિયસના તાપમાનમાં થાય છે ખેતી

પોપ્લરની ખેતી માટે પાંચ ડિગ્રીથી 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડે છે. સૂરજના પ્રકાશમાં તેની વૃદ્ધિ ઝડપથી થાય છે. સૂકા અને ગરમ હવામાનમાં આ વૃક્ષની ખેતી કરી શકાય. જેના માટે 6થી 8.5 પીએચની સાંદ્રતા ધરાવતી જમીન હોવી જોઈએ.

અન્ય પાકની મદદથી બમણી આવક

પોપ્લરના વૃક્ષની વાવણી કરવા કોઈ ખાસ માવજતની જરૂર પડતીનથી. તેમજ બે વૃક્ષ વચ્ચે આશરે 12થી 15 ફૂટનું અંતર હોવુ જરૂરી છે. જેથી આ બે વૃક્ષની વચ્ચેની જગ્યામાં ખેડૂત અન્ય ખેતી જેમ કે, શેરડી, બટાટા, ધાણા, ટામેટાં જેવા પાકો લઈ શકે છે. જેથી તેઓ બમણી આવક મેળવી શકે છે.

એક હેક્ટરમાં 250 વૃક્ષ લગાવી શકાય

પોપ્લરના વૃક્ષની વાવણીથી બમ્પર કમાણી કરી શકો છો. પોપ્લુરના વૃક્ષના લાકડીની કિંમત 700-800 પ્રતિ ક્વિન્ટલ છે. અને જાડા લાકડું સરળતાથી રૂ. 2000 સુધી વેચી શકો છો. એક હેક્ટરમાં 250 વૃક્ષ લગાવી શકાય. જેની ઉંચાઈ 80 ફૂટ હોય છે. એક હેક્ટરમાં પોપ્લર વૃક્ષની ખેતીની મદદથી ખેડૂત સરળતાથી રૂ. 7થી 8 લાખની આવક રળી શકે છે. ઉત્તર પ્રદેશના બિજનોરના ખેડૂતોએ હાલમાં પોપ્લરની ખેતી વધારી છે. વાવણી ખર્ચ નજીવો હોવાથી ખેડૂતો શેરડી કરતાં પણ વધુ કમાણી કરી રહ્યા છે.


Google NewsGoogle News