સેન્સેક્સ 1053 અને નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના રૂ. 8.50 લાખ કરોડનું ધોવાણ

BSE માર્કેટ કેપ 5.78 લાખ કરોડ રૂપિયા નીચે આવી ગયું

બેંક નિફ્ટીના 12 શેરમાંથી 11 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે

Updated: Jan 23rd, 2024


Google NewsGoogle News
સેન્સેક્સ 1053 અને નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના રૂ. 8.50 લાખ કરોડનું ધોવાણ 1 - image


Stock Market Crash: 23 જાન્યુઆરી, મંગળવારના રોજ સવારે તેજી સાથે ખુલ્યા બાદ ભારતીય શેરબજારમાં મોટો કડાકો નોંધાયો હતો. BSE સેન્સેક્સ આજે લગભગ 1800 પોઈન્ટનો જોરદાર કડાકો બોલ્યો હતો. નિફ્ટી પણ દિવસની સર્વોચ્ચ સપાટીથી 500 પોઈન્ટ તૂટ્યો. છેવટે દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ 1053 પોઈન્ટના ઘટાડા સાથે 70,370 પર અને નિફ્ટી 333 પોઈન્ટના ઘટાડા સાથે 21,238 પર બંધ થયો. આ સાથે શેર બજારના માર્કેટ કેપમાં રૂ. આઠ લાખ કરોડથી વધુનું ધોવાણ થયું. 

સ્મોલ અને મિડ કેપ શેરોનું પણ ભારે ધોવાણ 

આજના દિવસે મિડ કેપ ઈન્ડેક્સમાં પણ સવારના ઊંચા સ્તરેથી 2200 પોઈન્ટનો જંગી ઘટાડો જોવા મળ્યો હતો. છેવટે સેન્સેક્સ 1154 પોઈન્ટના ઘટાડા સાથે 71000ની નીચે 70227 પોઈન્ટ પર ટ્રેડ કરતો હતો, તો નિફ્ટી 364 પોઇન્ટના ઘટાડા સાથે 21206 પોઇન્ટ પર ટ્રેડ કરતો છે. આ દરમિયાન મિડ કેપ શેરોમાં નફાવસૂલીના કારણે મોટા ઘટાડા સાથે બજાર બંધ થયું. સ્મોલ કેપ શેરોમાં પણ આજના સેશનમાં બરાબરનું ધોવાણ થયું. 

BSE માર્કેટ કેપ રૂ. 5.78 લાખ કરોડ થઈ ગયું 

ભારતીય શેરબજારમાં થયેલા આ ઘટાડાના કારણે રોકાણકારોને અત્યાર સુધી લગભગ રૂ. આઠ લાખ કરોડનું ધોવાણ થઈ ચૂક્યું છે. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 368.60 લાખ કરોડે પહોંચી ગયું છે, જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 374.38 લાખ કરોડ હતું. આ ઉપરાંત બીએસઈ માર્કેટ કેપમાં રૂ. 5.78 લાખ કરોડનો ઘટાડો થઈ ચૂક્યો છે. 

બેન્કિંગ સ્ટોક્સમાં જબરદસ્ત ઘટાડો

બજારમાં બેન્કિંગ સ્ટોક્સમાં જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટીના બેન્કિંગ સ્ટોક્સનો ઇન્ડેક્સ બેંક નિફ્ટી 995 પોઈન્ટ્સના ઘટાડા સાથે 45062 પર ટ્રેડ કરી રહ્યું છે. બેંક નિફ્ટીના 12 શેરમાંથી 11 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. માત્ર ICICI બેંકના સ્ટોકમાં વધારો થઇ રહ્યો છે. FMCG અને એનર્જી શેરોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સિવાય કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓઈલ એન્ડ ગેસ, મેટલ્સ, ઓટો શેરોમાં પણ રોકાણકારો નફો મેળવી રહ્યા છે.

સેન્સેક્સ 1053 અને નિફ્ટી 333 પોઈન્ટ ઘટીને બંધ, રોકાણકારોના રૂ. 8.50 લાખ કરોડનું ધોવાણ 2 - image


Google NewsGoogle News