ચીને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE) ને આપી આ ધમકી, જાણો શું છે મામલો
ન્યુયોર્ક, 2 જાન્યુઆરી 2021 શનિવાર
ચીને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જ (NYSE) દ્વારા ચીનની મોટી ટેલિકોમ કંપનીઓને એક્સચેન્જથી હટાવવાની ઘોષણા અંગે જવાબી કાર્યવાહીની ચેતવણી આપી છે, તેના કારણે અમેરિકા અને ચીન વચ્ચે તંગદીલી વધી શકે છે.
સ્ટોક એક્ચેન્જએ કહ્યું કે તે ચાઇના ટેલિકોમ કોર્પ લિં, ચાઇના મોબાઇલ લિ. અને ચાઇના યુનિકોમ હોંગકોંગ લિં. ને એક્સચેન્જથી દુર કરવામાં આવશે, આ કંપનીઓનાં શેરોમાં ટ્રેડિંગ 7 જાન્યુઆરીથી 11 જાન્યુઆરી વચ્ચે કોઇ પણ સમયે બંધ કરવામાં આવશે.
અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ 12 નવેમ્બરે સરકારી હુકમ દ્વારા સાર્વજનિકરૂપે કારોબાર કરતી તે કંપનીઓમાં રોકાણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, જેનાં અંગે અમેરિકાનો દાવો છે કે તેના પર નિયંત્રણ ચીનની સેના પાસે છે, ચીનનાં વાણિજ્ય વિભાગનાં એક પ્રવક્તાએ કહ્યું કે તેનાથી અમેરિકાનાં મુડી બજાર પ્રત્યે તમામ પક્ષોનો ભરોસો ઓછો થશે.