Get The App

ટ્રમ્પના શપથ પહેલાં જ બિટકોઈન ઑલટાઈમ હાઈ, TRUMP કોઈનમાં મળ્યું 1000% રિટર્ન!

Updated: Jan 20th, 2025


Google News
Google News
ટ્રમ્પના શપથ પહેલાં જ બિટકોઈન ઑલટાઈમ હાઈ, TRUMP કોઈનમાં મળ્યું 1000% રિટર્ન! 1 - image


Trump Meme Coin Return: ડોનાલ્ડ ટ્રમ્પ આજે મોડી રાત્રે અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ પદે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ટ્રમ્પે પોતાનો ક્રિપ્ટો તરફનો ઝુકાવ અને રાષ્ટ્રપતિ બનતાં પહેલાં જ બિટકોઈન 1.09 લાખની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો છે. બીજી તરફ ટ્રમ્પ દ્વારા લોન્ચ કરવામાં આવેલા  બે મીમ  કોઈનમાં રોકાણકારોને 1000 ગણું રિટર્ન અપાવ્યું છે. 

ટ્રમ્પે 17 જાન્યુઆરીના રોજ ‘ઓફિશિયલ ટ્રમ્પ’ ($TRUMP) મીમ કોઈન અને બાદમાં પત્ની મેલેનિયાએ ‘ઓફિશિયલ મેલેનિયા’ ($MELANIA) મીમ કોઈન લોન્ચ કરતાં ક્રિપ્ટો માર્કેટમાં તેજી વધી છે. મીમ કોઈનમાં અનેક ગણું રિટર્ન મળતાં રોકાણકારો ખુશખુશહાલ થઈ ટ્વિટર પર ટ્રમ્પનો આભાર માન્યો હતો.


ટ્રમ્પ કોઈન 1100 ટકા ઉછળ્યો

ટ્રમ્પ મીમ કોઈન લોન્ચિંગના કલાકમાં જ 300 ટકા ઉછળ્યો હતો. માર્કેટ કેપ 15 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. શપથવિધિના એક દિવસ પહેલાં લોન્ચ થયેલો મેલેનિયા કોઈન 100 ટકાથી વધુ ઉછાળ્યો હતો. જે 13.73 ડોલરની રેકોર્ડ સપાટીએથી ઘટી હાલ 10.70 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ટ્રમ્પ કોઈન બે દિવસમાં જ 6.24 ડોલરની ઓલટાઈમ લો સપાટીએથી 1107 ટકા ઉછળી 75.35 ડોલર થયો હતો. જે હાલ 51.72 ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ તમારો પ્લાન યોગ્ય નથી, તમે સમસ્યાનું સમાધાન નથી કરી રહ્યાં..' ટ્રમ્પ પર ભડક્યાં પોપ ફ્રાન્સિસ

બિટકોઈન પણ ઓલટાઈમ હાઈ

ક્રિપ્ટો માર્કેટમાં સંસ્થાકીય રોકાણકારોની ખરીદી વધતાં આક્રમક તેજીનો માહોલ સર્જાયો છે. બિટકોઈન 1,09,114 ડોલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. ક્રિપ્ટો માર્કેટની માર્કેટ કેપ 4 ટકાથી વધુ ઉછળી છે. ઈથેરિયમ 5 ટકા, મેલેનિયા 43.69 ટકા ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. જો કે, ટ્રમ્પ કોઈન 8 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે.

ક્રિપ્ટો માર્કેટમાં સુધારાની અપેક્ષા

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે નરમ વલણ ધરાવે છે. જેથી સત્તાવાર કમાન સંભાળતાં જ તેઓ ક્રિપ્ટો માર્કેટ માટે અનેક સુધારાવાદી નિર્ણયો લેશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે. તેમાં પણ અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા જ બે મીમ કોઈન લોન્ચ કરાતાં આ અપેક્ષાઓ પ્રબળ બની છે. આગામી સમયમાં ક્રિપ્ટો માર્કેટ નવી ઊંચાઈએ પહોંચે તેવી સંભાવનાઓ ક્રિપ્ટો નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. બિટકોઈન ઝડપથી 1.50 લાખ ડોલરની સપાટી વટાવે તેવો સંકેત આપ્યો છે.

ટ્રમ્પના શપથ પહેલાં જ બિટકોઈન ઑલટાઈમ હાઈ, TRUMP કોઈનમાં મળ્યું 1000% રિટર્ન! 2 - image

Tags :
BitcoinTRUMP-Meme-CoinMELANIA-Coin

Google News
Google News