દુનિયાના સ્વર્ગ ગણાતાં આ દેશમાં દર 7માંથી 1 વ્યક્તિ કરોડપતિ, જાણો તેમની કમાણીની સ્ટ્રેટજી

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
Switzerland Millionaires

Image: Envato



1 In Every 7 Person are Millionaire In Switzerland: વિશ્વભરમાં ધનિકોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકાથી માંડી ભારત સુધી કરોડપતિની સંખ્યા સતત વધી રહી છે. પરંતુ વિશ્વમાં એક દેશ એવો છે, જ્યાં દર સાતમાંથી એક વ્યક્તિ કરોડપતિ છે. આ આંકડો અમેરિકાની તુલનાએ પાંચ ગણો છે.

સ્વિટ્ઝરલૅન્ડમાં બિઝનેસમેન ખાસ સ્ટ્રેટેજી અપનાવી પોતાની સંપત્તિમાં સતત વધારો કરી રહ્યા છે. સ્થાનિક ઉદ્યોગપતિએ ખુલાસો કરી આ સ્ટ્રેટેજી વિશે માહિતી રજૂ કરી છે, જેને અપનાવી આપણે સંપત્તિ સર્જનના માર્ગે આગળ વધી શકીએ છીએ.

સંપત્તિ સર્જન માટેની સાત સ્ટ્રેટેજી

1. ઓછું જોખમ અને તકો વધુ

મીડિયા રિપોર્ટમાં સ્વિટ્ઝરલૅન્ડના એક કરોડપતિ ટેક બિઝનેસમેને દેશના કરોડપતિઓની સાત સ્ટ્રેટેજીનો ઉલ્લેખ કર્યો છે. જેમાં પ્રથમ સ્ટ્રેટેજી જોખમમાં ઘટાડો અને તકોમાં વધારો છે. વિવિધ બૅન્કોની અલગ-અલગ ક્ષમતા અને ઓફર છે. એક બૅન્ક રિયલ એસ્ટેટમાં રોકાણ માટે સારા વ્યાજદરો પ્રદાન કરે છે, જ્યારે બીજી ઇન્ટરનેશનલ બિઝનેસ માટે યોગ્ય છે. બિઝનેસમેનની તકોમાં વધારો અને જોખમમાં ઘટાડો કરવા માટે પ્રત્યેક બૅન્ક અનોખા લાભ અને ઓફર્સ રજૂ કરે છે.

2. શો-ઓફ ઓછો, અને કામ વધુ

સ્વિસ કરોડપતિઓ ડિઝાઇનર લોગો કે વિદેશી કારનો શો-ઓફ અર્થાત્ દેખાડો કરતાં નથી. તે પોતાની ક્ષમતા કરતાં ઓછો ખર્ચ કરે છે અને જે વધારાની બચત થાય છે, તેનું રોકાણ કરે છે. જે સંતોષનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડે છે. આ દૃષ્ટિકોણની મદદથી તેઓ સંપત્તિમાં સતત વધારો કરે છે.

આ પણ વાંચોઃ શેરબજારમાં મોટા કડાકા સાથે 15 લાખ કરોડનું ધોવાણ, જાણો ઘટાડા પાછળના પાંચ કારણો

3. હંમેશા અલગ અને ઉંચા વિચારો

સ્વિસ રોકાણકારો હંમેશા અલાયદા વિચારો ધરાવે છે. તેઓ માત્ર એસેટ્સમાં નહીં પરંતુ રહેઠાણ અને નાગરિકતામાં પણ વિવિધતા લાવતા હોય છે. ઘણા લોકો પાસે બીજા દેશના પાસપોર્ટ છે. અન્ય દેશમાં કમાણી કરવા જાય છે. જે તેમના માટે નાણાકીય તકોમાં વધારો કરે છે. તેમની વૈશ્વિક માનસિકતા જ નાણાકીય સુરક્ષા અને ગ્રોથ ક્ષમતામાં વધારો કરવાની છે.

4. ધીરજ અને લાંબા ગાળાના રોકાણ પર ફોક્સ

સ્વિસ કરોડપતિ ઝડપથી ધનિક બનવા માટે દોડાદોડ કરતાં નથી. પરંતુ તેઓ ધીરજ અને લાંબા ગાળાના દૃષ્ટિકોણ સાથે રોકાણ પર ફોકસ કરે છે. તેઓ માને છે કે, વાસ્તવમાં સંપત્તિ એક દિવસમાં ઊભી થતી નથી. તેને સમય અને શિસ્તબદ્ધતાના માધ્યમથી ઊભી કરી શકાય છે. આ વિચાર તેમની નેટવર્થ પર પોઝિટિવ અસર સર્જે છે.

5. ઘર ખરીદવાને બદલે ભાડા પર લેવાનું પસંદ

અમેરિકામાં 65 ટકા વરિષ્ઠો પાસે પોતાની માલિકીનું ઘર છે, જ્યારે સ્વિટ્ઝરલૅન્ડમાં માત્ર 41 ટકા વરિષ્ઠો જ ઘરના માલિક છે. સ્વિસ મિલેનિયલ્સ, ખાસ કરીને ઘર ખરીદવાને બદલે ભાડા પર લેવાનું પસંદ કરે છે. ઘર ખરીદવાને બદલે તેઓ ઊંચા રિટર્ન આપતાં રોકાણ વિકલ્પો અપનાવે છે.

6. ઓટોમેટિક સેવિંગ્સ

સ્વિસ ઉદ્યમીઓ સંપત્તિ સર્જનની સ્ટ્રેટેજીમાં બચતને પ્રાધાન્ય આપે છે. અહીં બિઝનેસમેન પોતાની આવકનો એક હિસ્સો ઓટોમેટિક સેવિંગ્સ મોડમાં જમા કરે છે. જે કમાણીનો 20-30 ટકા હોય છે. ત્યારબાદ તેનો ઉપાડ કરી રોકાણ કરે છે. આ શિસ્તતાનો દૃષ્ટિકોણ તેમને સતત અને પર્યાપ્ત બચત સુનિશ્ચિત કરવાની સાથે સંપત્તિમાં વધારો કરે છે.

7. સ્કિલ ડેવલપમેન્ટમાં રોકાણ

સ્વિટ્ઝરલૅન્ડમાં શિક્ષણ માત્ર ડિગ્રી માટે નથી, પરંતુ સ્કિલ ડેવલપમેન્ટ ગ્રોથ પર તેઓ ફોક્સ કરે છે. સ્વિસ નાગરિક પોતાની વાર્ષિક આવકના 5-10 ટકા હિસ્સો પોતાના પર્સનલ ડેવલપમેન્ટમાં રોકે છે. તેઓ ભાષાઓ, ઔદ્યોગિક સ્કિલ, નાણાકીય સાક્ષરતા જેવા સેગમેન્ટમાં રોકાણ કરી જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ સ્ટ્રેટેજી તેમની આવકમાં વધારો કરવાની તક આપે છે.

દુનિયાના સ્વર્ગ ગણાતાં આ દેશમાં દર 7માંથી 1 વ્યક્તિ કરોડપતિ, જાણો તેમની કમાણીની સ્ટ્રેટજી 2 - image


Google NewsGoogle News