જાણો ક્યારે છે મુહૂર્ત ટ્રેડિંગ? NSE એ કરી દીધી ચોખવટ, આ છે ટાઈમિંગ અને તેનું મહત્ત્વ
Muhurat Trading: દેશમાં દિવાળીની ધૂમ તૈયારીઓ થઈ રહી છે. આખો દેશ ઝગમગી ઉઠ્યો છે. સાથે સાથે શેરબજારના રોકાણકારો પણ નવા વર્ષના શુભ મુહૂર્ત પર સોદો પાડી આખા વર્ષને લાભદાયી બનાવવા સજ્જ બન્યા છે. જો કે, આ વર્ષે દિવાળી 31 ઓક્ટોબરે છે કે 1 નવેમ્બરે તેને લઈને મૂંઝવણ છે. જેથી સ્ટોક માર્કેટમાં પણ ક્યારે મુહૂર્ત ટ્રેડિંગ થશે તે અંગે રોકાણકારોની મૂંઝવણને દૂર કરતાં નેશનલ સ્ટોક એક્સચેન્જે સ્પષ્ટતા કરી છે.
1 નવેમ્બરે થશે ખાસ મુહૂર્ત ટ્રેડિંગ
BSE-NSE પર એક નવેમ્બરે દિવાળીના મુહૂર્ત સોદા થશે. દિવાળીના દિવસે શેરબજાર બંધ રહે છે, પરંતુ સાંજે એક કલાક માટે મુહૂર્તના સોદા માટે ખૂલે છે. શેરબજારમાં આ વર્ષે 1 નવેમ્બરે દિવાળીના મુહૂર્ત સોદાઓ થશે. સમય સાંજે 6થી 7 વાગ્યે થશે. બંને ઈન્ડેક્સે જાહેરાત કરી છે કે, સ્ટોક માર્કેટનું પ્રી-ઓપનિંગ સેશન સાંજે 5.45 થી 6 વાગ્યે થશે. એક બે મુહૂર્ત ટ્રેડિંગ સિવાય મોટાભાગે આ મુહૂર્ત પણ રોકાણ કરનારા રોકાણકારોને સારૂ એવુ રિટર્ન મળ્યું છે.
કેમ ખાસ હોય છે મુહૂર્ત ટ્રેડિંગ
દિવાળીના દિવસે શેરબજારમાં વર્ષોથી ખાસ ટ્રેડિંગની પરંપરા છે. જે મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. એક કલાકમાં રોકાણકાર નવા વર્ષનો પ્રથમ સોદો કરે છે. રોકાણ કરે છે. એવી માન્યતા છે કે, આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગથી સમૃદ્ધિ થાય છે. અને આખું વર્ષ શુભ રહે છે. દિવાળી પર ઈક્વિટી, ઈક્વિટી ફ્યુચર એન્ડ ઓપ્શન, કરન્સી એન્ડ કોમોડિટી માર્કેટમાં ટ્રેડિંગ થાય છે.
આ પણ વાંચોઃ વાહનચાલકો પર મોંઘવારીનો માર! CNGના ભાવમાં લાગી શકે છે 'આગ', જાણો શું છે કારણ
પાંચ દાયકા જૂની છે આ પરંપરા
શેરબજારમાં દિવાળીના દિવસે એક કલાક માટે મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા પાંચ દાયકા જૂની છે. મુહૂર્ત ટ્રેડિંગનું ચલણ બીએસઈમાં 1957 અને એનએસઈમાં 1992માં શરૂ થયુ હતું. મુહૂર્ત ટ્રેડિંગના દિવસે મોટાભાગના લોકો ખરીદી કરે છે.
લોંગ ટર્મ દ્રષ્ટિકોણથી થાય છે ખરીદી
મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં રોકાણકાર અને બ્રોકર્સ મૂલ્ય-આધારિત સ્ટોક ખરીદે છે. જે લાંબા ગાળાના દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી ખરીદી કરતાં હોય છે. આ સમયે થતી શેરની ખરીદી લાંબા ગાળા માટે લાભદાયી સાબિત થતી હોવાની માન્યતા સાથે રોકાણકાર ખરીદી કરે છે.