દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ : માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો

Updated: Nov 12th, 2023


Google NewsGoogle News
દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ : માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 500થી વધુ પોઈન્ટનો ઉછાળો 1 - image

મુંબઈ, તા.12 નવેમ્બર-2023, રવિવાર

એક તરફ રવિવારે દેશભરમાં દિવાળીની ધૂમધામથી ઉજવણી થઈ રહી છે. ત્યારે દિવાળીના અવસર પર ભારતીય શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગની પરંપરા છે. દિવાળીના ટ્રેડિંગ મુહૂર્તમાં સાંજે 6.15 વાગ્યે માર્કેટ ઓપન થતા જ સેન્સેક્સમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો.

નિફ્ટીમાં પણ વધારો

દિવાળીના મુહૂર્ત ટ્રેડિંગના પ્રી-ઓપન માર્કેટમાં સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટીમાં પણ વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ 500થી વધુ પોઈન્ટના ઉછાળા સાથે 65,400 પોઈન્ટની પાર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. એ જ રીતે નિફ્ટી પણ 100 પોઈન્ટ ઉછળીને 19,550 પોઈન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

દિવાળીના શુભ મુહૂર્તમાં શેરબજાર એક કલાક ખુલ્યું

દિવાળીના શુભ મુહૂર્તમાં શેરબજાર એક કલાક માટે ખુલે છે ત્યારે હિન્દુ ધર્મના ઘણા લોકો તેમના રોકાણની શરૂઆત કરે છે. મોટાભાગના લોકો શેર ખરીદવાનું પસંદ કરે છે કારણ કે તે દેવી લક્ષ્મીનું પ્રતીક છે. હિન્દુ કેલેન્ડર વર્ષ દિવાળીથી શરૂ થાય છે, જેને વિક્રમ સંવત કહેવામાં આવે છે.

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 64,904 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો

ઉલ્લેખનીય છે કે, કે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે સેન્સેક્સ 72.48 પોઈન્ટના ઉછાળા સાથે 64,904.68 પોઈન્ટના સ્તરે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી પણ 30.05 પોઈન્ટના વધારા સાથે 19,425.35 પોઈન્ટ પર બંધ થયો હતો.

BSE-Sensex

Google NewsGoogle News