JIO બાદ OTT જગતમાં મુકેશ અંબાણીનો વધુ એક દાવ, ડિઝની ભારતનો બિઝનેસ રિલાયન્સ ખરીદી શકે

આ ડીલ હેઠળ રિલાયન્સના કેટલાક મીડિયા યુનિટને ડિઝની સ્ટારમાં મર્જ કરી શકે છે

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News


JIO બાદ OTT જગતમાં મુકેશ અંબાણીનો વધુ એક દાવ, ડિઝની ભારતનો બિઝનેસ રિલાયન્સ ખરીદી શકે 1 - image

Disney Nears Multibillion Dollar Deal With Reliance : ભારત અને એશિયાના સૌથી ધનિક યાદીમાં સામેલ મુકેશ અંબાણીએ થોડા સમયમાં એક મોટી ડીલ કરી શકે છે. તેમની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ભારતમાં વોલ્ટ ડિઝનીના બિઝનેસને ખરીદી શકે છે. તાજેતરમાં એક રિપોર્ટમાં આ પ્રકારનો દાવો સામે આવ્યો છે. એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, અમેરિકાની અગ્રણી એન્ટરટેઈનમેન્ટ કંપની ડિઝની સ્ટાર બિઝનેસમાં કન્ટ્રોલિંગ હિસ્સો વેચી શકે છે. અમેરિકન કંપનીનું કહેવું છે કે, તેના બિઝનેસનું મૂલ્ય લગભગ 10 બિલિયન ડોલર છે, જ્યારે રિલાયન્સ અનુસાર તે સાતથી આઠ બિલિયન ડોલર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડીલની જાહેરાત આવતા મહિને થઈ શકે છે. આ ડીલ હેઠળ રિલાયન્સના કેટલાક મીડિયા યુનિટને ડિઝની સ્ટારમાં મર્જ કરી શકે છે.

હજુ આ ડીલ અંગે ફાઈનલ પુષ્ટિ થઇ નથી

જોકે આ મામલે અહેવાલ તો એવું પણ કહે છે કે, આ ડીલ અથવા વેલ્યુએશન અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને ડિઝની હજુ કન્ટ્રોલિંગ હિસ્સો હોલ્ડ રાખવાનું નક્કી કરી શકે છે. રિલાયન્સના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JioCinemaએ ડિઝનીના ઈન્ડિયા સ્ટ્રીમિંગ ઓપરેશન્સ પર પ્રેશર વધાર્યું છે, જેમાં અંબાણી ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફ્રી એક્સેસ ઓફર કરીને તેમના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું માર્કેટિંગ કરે છે, જેના અગાઉ ડિજિટલ રાઈટ્સ ડિઝની પાસે હતા.


Google NewsGoogle News