ડિજિટલ પેમેન્ટ ટ્રાન્જેક્શન સિસ્ટમ બદલાશે, નવા ફ્રેમવર્ક પર થઈ રહ્યું છે કામ, RBIની મોટી તૈયારી

Updated: Feb 10th, 2024


Google NewsGoogle News
ડિજિટલ પેમેન્ટ ટ્રાન્જેક્શન સિસ્ટમ બદલાશે, નવા ફ્રેમવર્ક પર થઈ રહ્યું છે કામ, RBIની મોટી તૈયારી 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 10 ફેબ્રુઆરી 2024 શનિવાર

ડિજિટલ યુગમાં કેશ પેમેન્ટનો સમય પૂર્ણ થતો જઈ રહ્યો છે. મોટાભાગના લોકો ઓનલાઈન પેમેન્ટ કરવાનું જ પસંદ કરે છે. દરમિયાન આરબીઆઈ હવે સુરક્ષાની દ્રષ્ટિએ ડિજિટલ પેમેન્ટ વેરિફાઈ કરવાની રીતોમાં પરિવર્તન કરવાની તૈયારીમાં છે. આગામી સમયમાં ડિજિટલ પેમેન્ટની રીત બદલાઈ જશે. દરમિયાન યુઝર્સને શરૂઆતમાં થોડી તકલીફ થાય તે શક્ય છે.

પ્રિન્સિપલ બેઝ્ડ ફ્રેમવર્ક પર કામ

એમપીસીના નિર્ણય અંગે આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યુ કે હજુ સુધી SMS બેઝ્ડ ઓટીપી દ્વારા જ ટ્રાન્જેક્શનને વેરિફાઈ કરવામાં આવે છે. જેમાં કોઈ તકલીફ પણ આવી રહી નથી પરંતુ હવે તેને સુરક્ષાની દ્રષ્ટિથી વધુ મજબૂત બનાવવા માટે પ્રિન્સિપલ બેઝ્ડ ઓથેન્ટિકેશનના ફ્રેમવર્કને લઈને તૈયારી કરવામાં આવી રહી છે. તેનાથી ગ્રાહકોને ઓનલાઈન પેમેન્ટ કરવામાં વધુ સેફ્ટી રહેશે. હવે રિઝર્વ બેન્ક ડિજિટલ ટ્રાન્જેક્શનને વેરિફાઈ કરવા માટે નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી રહ્યુ છે.

AFA સિસ્ટમની શરૂઆત

ગવર્નરે જણાવ્યુ કે એડિશનલ ફેક્ટર ઓફ ઓથેન્ટિકેશન સિસ્ટમની શરૂઆત એટલા માટે કરી જેથી ડિજિટલ પેમેન્ટને સુરક્ષિત રાખી શકાય. આ સિસ્ટમ શરૂ થયા બાદ ઓટીપી સિસ્ટમને ખૂબ પસંદ કરવામાં આવી. તેનાથી ડિજિટલ પેમેન્ટનું વેરિફિકેશન સરળ થયુ છે. આગામી નવા પ્રિન્સિપલ બેઝ્ડ વેરિફિકેશનને લઈને ગર્વનરે હજુ કોઈ ખાસ જાણકારી આપી નથી.


Google NewsGoogle News