Get The App

પેન્શનધારકો માટે ઍલર્ટ, 30 નવેમ્બર સુધીમાં આ કામ ઉતાવળે પતાવી લેજો નહીંતર પેન્શન અટકી જશે

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
Life Certificate for Pensioners


Pensioners Have To Submit Life Certificate: જો તમે પણ પેન્શનધારક છો તો તમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સમાચાર છે. કારણ કે જો તમે એક કામ કરવામાં નિષ્ફળ રહેશો તો પેન્શનના પૈસા બંધ થઈ શકે છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ 30 નવેમ્બર સુધીમાં પોતાનું લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટે કાલે એટલે કે 30 નવેમ્બરે છેલ્લો દિવસ છે.

સેન્ટ્રલ પેન્શન પ્રોસેસિંગ સેન્ટરમાં 1 ઑક્ટોબરથી શરુ થયેલી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવાની મુદ્દત આ મહિનાના અંતે પૂર્ણ થવાના આરે છે. જો કોઈ કારણોસર તમે નિશ્ચિત સમય પર લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા તો તમે આગામી મહિને અથવા ત્યારબાદ પણ લાઇફ સર્ટિફિકેટ જમા કરાવી શકો છો. પરંતુ પેન્શન તો અટકી જ જશે, લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યા બાદ જ ફરી શરુ થશે.

લાઇફ સર્ટિફિકેટ જમા કરાવવા માટેના જરૂરી ડોકયુમેન્ટ

આ રીતે જમા કરાવી શકો છો લાઇફ સર્ટિફિકેટ...

1. લાઇફ સર્ટિફિકેટ પોર્ટલ

2. 'UMANG' મોબાઇલ એપ

3. ડોરસ્ટેપ બૅન્કિંગ

4. પોસ્ટ ઑફિસમાં બાયોમેટ્રિક સાધનોના માધ્યમથી

5. વીડિયો આધારિત કેવાયસીના માધ્યમથી

6. ફેસ ઓથેન્ટિકેશન

7. બૅન્કમાં

શા માટે લાઇફ સર્ટિફિકેટ જરૂરી?

દેશમાં 1 કરોડથી વધુ પરિવારજનો આ પેન્શનનો લાભ લઈ રહ્યા છે. જેમાં પેન્શનધારકનું લાઇફ સર્ટિફિકેટ અર્થાત્ જીવનનું પ્રમાણપત્ર અત્યંત જરૂરી છે. 60થી 80 વર્ષના તમામ પેન્શનધારકોએ આ સર્ટિફિકેટ જમા કરાવવું અનિવાર્ય છે. જેથી નિયમિતપણે પેન્શનનો લાભ લઈ શકે અને પેન્શનમાં થતાં ફ્રોડ અટકાવી શકાય.

આ રીતે મેળવી શકો છો પ્રમાણપત્ર

ભારત સરકારના ટપાલ વિભાગ દ્વારા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બૅન્ક (IPPB) સેવા હેઠળ હયાતીના પ્રમાણપત્રની સુવિધા ઘરે બેઠા જ પૂરી પાડવામાં આવશે. જેના માટે સૌથી પહેલાં IPPB ટોલ ફ્રી નંબર 155299 પર કૉલ કરીને નોંધણી કરવાની રહેશે. ત્યારબાદ પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટમેન/ગ્રામીણ ડાક સેવક નોંધણી કરવાનારના ઘરના સરનામે પહોંચી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ કરી આપશે. 

ઘરે બેઠા સુવિધા મેળવવા માટે પેન્શન ધારકે આધાર નંબર અને પેન્શનની વિગત ડાક સેવકને આપવાની રહેશે. પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, પેન્શનર દ્વારા તેના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર ઓટીપી આવશે. બાદમાં પેન્શન ધારક  https://jeevanpramaan.gov.in/ppouser/login પર જઈને પોતાનું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ઓનલાઇન જોઈ શકશે. આ સિવાય પેન્શન ધારક નજીકની પોસ્ટ ઑફિસની મુલાકાત લઈને પણ પ્રમાણપત્ર મેળવી શકે છે. 

આ સિવાય પેન્શન ધારકો ઓનલાઇન ફોન દ્વારા પણ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકે છે. જેના માટે પેન્શન ધારક નીચે મુજબના સ્ટેપ ફોલો કરી જાતે જ પોતાના ફોનમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ મેળવી શકે છે.

આ પણ વાંચો: ભારતના વિકાસની રફ્તારને બ્રેક! દોઢ વર્ષના નીચલા સ્તરે GDP ગ્રોથ રેટ

હયાતીનું પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું? 

1. સૌથી પહેલાં જે ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સાથે ઓછામાં ઓછો 5MP કેમેરા સેન્સર હોય તેવો ફોન લેવો.

2. Google Play Store પરથી AadhFaceRD અને લાઇફ સર્ટિફિકેટ ફેસ એપ ડાઉનલોડ કરો.

3. ઑપરેટર ઑથેન્ટિકેશન પૂર્ણ કરો અને પેન્શન ધારકનો ચહેરો સ્કેન કરો.

4. ત્યારબાદ ફ્રન્ટ કેમેરાથી ફોટો ક્લિક કરી તમામ જરૂરી તમામ માહિતી સબમિટ કરો.

5. રજિસ્ટર્ડ મોબાઇલ નંબરમાં એક લિંક આવશે, જેના પર ક્લિક કરી હયાતીનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. 

પેન્શનધારકો માટે ઍલર્ટ, 30 નવેમ્બર સુધીમાં આ કામ ઉતાવળે પતાવી લેજો નહીંતર પેન્શન અટકી જશે 2 - image


Google NewsGoogle News