Get The App

EPF, PPF અને GPF ખાતામાં શું તફાવત છે અને દરેકના ફાયદા શું છે તે જાણો

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
EPF, PPF અને GPF ખાતામાં શું તફાવત છે અને દરેકના ફાયદા શું છે તે જાણો 1 - image


What is the difference between EPF,GPF and PPF? સરકાર તમામ વર્ગોના આર્થિક ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભવિષ્ય નિધિ યોજનાઓ ચલાવે છે. આ ત્રણ પ્રકારના હોય છે - એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ (EPF), પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF). આવકનો એક નાનો હિસ્સો ત્રણેયમાં જમા કરાવવો પડે છે. પછી તેને તે મોટી રકમના રૂપમાં પાછી મળે છે. ચાલો આ ત્રણ ફંડ વિશે વિગતવાર જાણીએ.

એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ (EPF)

20 થી વધુ કામદારો સાથે ખાનગી ક્ષેત્રની કંપનીઓના કર્મચારીઓ માટે એમ્પ્લોઇ પ્રોવિડન્ટ ફંડ હોય છે. આમાં, કર્મચારીના પગારનો એક નિશ્ચિત ભાગ જમા થાય છે અને કંપની પણ તેટલી જ રકમનું યોગદાન આપે છે. જોકે, કંપનીનો હિસ્સો માત્ર 3.67 ટકા જ EPFમાં આવે છે. બાકીના 8.3 ટકા કર્મચારી પેન્શન સ્કીમ (EPS)માં જાય છે. નિવૃત્તિ પછી, કર્મચારીઓને પીએફની રકમ એકસાથે મળે છે. જ્યારે EPFના પૈસા પેન્શન તરીકે મળે છે. નાણાકીય વર્ષ 2023-24 માટે EPF પર વ્યાજ દર 8.25 ટકા નક્કી કરવામાં આવ્યો છે. આ ઘણી બચત યોજનાઓ કરતા ઘણી વધારે છે.

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF)

પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે આપણે જેને પીએફ તરીકે ઓળખીએ છીએ તે. નોકરી કરતી વ્યક્તિ અથવા વ્યવસાયી વ્યક્તિ સહિત કોઈપણ ભારતીય નાગરિક આનો લાભ લઈ શકે છે. આ પોસ્ટ ઓફિસ અથવા બેંકોમાં ખોલી શકાય છે. જેમાં વાર્ષિક ઓછામાં ઓછા રૂ. 500 અને વધુમાં વધુ રૂ. 1.5 લાખ જમા કરાવી શકાય છે. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ 15 વર્ષમાં મેચ્યોર થાય છે. મેચ્યોરીટી બાદ તેને વધુ પાંચ વર્ષ માટે વધારી પણ શકાય છે. જેનું ચક્રવૃદ્ધિ વ્યાજ પણ મળે છે. હાલમાં સરકાર તેના પર 7.1 ટકા વ્યાજ આપે છે. આમાં વાર્ષિક રૂ. 1.5 લાખના રોકાણ પર આવકવેરાની કલમ 80C હેઠળ છૂટ પણ ઉપલબ્ધ છે.

જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)

GPF માત્ર સરકારી કર્મચારીઓ માટે છે. જેમાં સરકાર માટે એક વર્ષ સુધી સતત કામ કરનારા હંગામી અને કાયમી કર્મચારીઓ માટે ખાતા ખોલવામાં આવે છે. કર્મચારીઓએ તેમના પગારના ઓછામાં ઓછા 6 ટકા GPFમાં યોગદાન આપવું પડશે. જો તેઓને સસ્પેન્ડ કરવામાં આનથી આવતા તો નિવૃત્તિ પછી તેમને બધી રકમ મળે છે. આ ખાતાનો એક મોટો ફાયદો એ છે કે કર્મચારી જરૂર પડ્યે જનરલ પ્રોવિડન્ટ ફંડમાંથી નિશ્ચિત રકમ ઉપાડી શકે છે અને પછી જમા કરાવી શકે છે. આના પર પણ કોઈ ટેક્સ નથી. હાલમાં જનરલ પ્રોવિડન્ટ ફંડ  પર 7.1 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે.

EPF, PPF અને GPF ખાતામાં શું તફાવત છે અને દરેકના ફાયદા શું છે તે જાણો 2 - image


Google NewsGoogle News