Get The App

બેંગ્લુરુમાં DGGIએ 3200 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો, બે આરોપીની ધરપકડ

Updated: Jan 30th, 2025


Google NewsGoogle News
બેંગ્લુરુમાં DGGIએ 3200 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ કર્યો, બે આરોપીની ધરપકડ 1 - image


- બેંગાલુરુમાં બે વ્યકિતઓની ધરપકડ  

- 15 બોગસ કંપનીઓને આધારે ખોટી રીતે રૂ. 665 કરોડનો ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો 

બેંગાલુરુ :  બેંગાલુરુમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ (ડીજીજીઆઇ)એ ૩૨૦૦ કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે અને આ સંબધમાં બે લોકોની ધરપકડ કરી છે. 

કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ આરોપી હજુ ફરાર : બેંગાલુરુ અને મુંબઇમાં ૩૦થી વધારે સ્થળો દરોડા

ડીજીજીઆઇ બેંગાલુરુના એડિશનલ ડાયરેક્ટર જનરલ સુચેતા શ્રીજેશે એક નિવેદનમાં જણાવ્યું છે કે આ કૌભાંડનો ત્રીજો શંકાસ્પદ આરોપી હજુ ફરાર છે. 

ડીજીજીઆઇના બેંગાલુરુ ઝોનલ યુનિટે બેંગાલુરુ અને મુંબઇમાં ૩૦થી વધારે સ્થળોએ દરોડા પાડયા હતાં. આરોપીએ બોગસ કંપનીઓની રચના કરી હતી. જેના આધારે ખોટી રીતે ૬૬૫ કરોડ રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ મેળવ્યો હતો.

આ કૌભાંડમાં મૂકવામાં નકલી બિલોનું કૂલ મૂલ્ય ૩૨૦૦ કરોડ રૂપિયાથી વધારે છે. તપાસ દરમિયાન ૧૫ બોગસ કંપનીઓ મળી આવી હતી જેમનો વાસ્તવમાં કોઇ બિઝનેસ ચાલતો ન હતો. 

આ કંપનીઓ કરોડો રૂપિયાની એફએમસીજી વસ્તુઓ પ્રાપ્ત કરતી હતી પણ ફક્ત આઇટી સર્પોટ, મેનેજમેન્ટ કન્સલટન્સી અને એડવર્ટાઇઝિંગ જેવી સેવાઓ માટે બિલો ઇશ્યુ કરતી હતી.

મોટી સંખ્યામાં ઇનવર્ડ ઇ-વે બિલોની સામે આ કંપનીઓ પૈકી એક પણ કંપનીે પાસે આઉટવર્ડ ઇ-વે બિલો ન હતાં. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પૈકી ૯ કંપનીઓ ઇન્ડિયન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે આ કંપનીઓ પૈકી મોટા ભાગની કંપનીઓના જીએસટી રિટર્ન એક જ આઇપી એડ્રેસથી ફાઇલ કરવામાં આવ્યા હતાં. જે સૂચવે છે કે આ તમામ કંપનીઓ એક જ આરોપી દ્વારા ઓપરેટ કરવામાં આવતી હતી. 


Google NewsGoogle News