Get The App

હવે નાના એરક્રાફ્ટ અને ખાનગી ઓપરેટરો માટે નિયમો સરળ કરાયા, DGCA દ્વારા જાહેરાત

Updated: Sep 3rd, 2024


Google NewsGoogle News
Dgca Issues New Rules


DGCA Issues New Rules For Light Aircraft Private Aircraft Operators: ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ અનુપાલનના બોજોમાં ઘટાડો કરતાં નાના એરક્રાફ્ટ અને પ્રાઈવેટ એરક્રાફ્ટ ઓપરેટર્સ માટે ઉડ્ડયન કરવા માટેની જોગવાઈઓનું સરળીકરણ કરવામાં આવ્યું છે. નવા નિયમો જાન્યુઆરીમાં લાગુ થશે.

હાલ એરક્રાફ્ટની સતત ઉડ્ડયન કરવાની પાત્રતા બે પ્રાથમિક સિવિલ એવિએશન રેગ્યુલેશન્સ પરથી નક્કી થાય છે. જે સીએઆર-એમ અને સીએઆર-145 તરીકે ઓળખાય છે.

CAR-M તમામ પ્રકારના એરક્રાફ્ટની સતત ઉડ્ડયનની યોગ્યતાને આવરી લે છે. તેમાં સુનિશ્ચિત કામગીરી, નોન-શિડ્યુલ્ડ કામગીરી, ઉડ્ડયન તાલીમ, સામાન્ય ઉડ્ડયન અને ખાનગી કામગીરી માટે ઉપયોગમાં લેવાતા વિમાનોનો સમાવેશ થાય છે. જ્યારે CAR-145 જોગવાઈઓમાં કોમર્શિયલ કામગીરી અને જટિલ મોટર એરક્રાફ્ટમાં ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટની જાળવણીના નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વિસ્તારાની મોટી જાહેરાત, કહ્યું- ‘હવે 12 નવેમ્બરથી કોઈપણ ફ્લાઈટ નહીં ઉડે, ત્રણ ડિસેમ્બરથી બુકિંગ પણ બંધ

ડીજીસીએના વર્તમાન નિયમો વિમાનના કદને ધ્યાનમાં લીધા વિના તમામ સંસ્થાઓ માટે સમાનરૂપે લાગુ પડે છે. વધુમાં, આ કોમર્શિયલ અને પ્રાઈવેટ એરક્રાફ્ટ માટે જરૂરી જાળવણી પ્રક્રિયાઓને પણ લાગુ પડે છે. DGCAએ હવે નાના એરક્રાફ્ટ અને ખાનગી ઓપરેટર્સ માટે ઉડ્ડયનની યોગ્યતાની સરળ જોગવાઈઓ લાગુ કરતાં નિયમો રજૂ કર્યા છે. જેને CAR-ML, CAR-CAO અને CAR-CAMO નામ આપવામાં આવ્યું છે.

યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સી સાથે સંકલનમાં તૈયાર કરાયેલા આ નિયમો, લાઇસન્સવાળી એરલાઇન્સ સિવાયના ઓપરેટર્સના નાના એરક્રાફ્ટની ઉડ્ડયન માટેની યોગ્યતાની જોગવાઈઓને સરળ બનાવવાનો પ્રયાસ કરે છે. આ સાથે રેગ્યુલેટરે CAR-M અને CAR-145 નિયમોમાં પણ કેટલાક સુધારા કર્યા છે.

DGCAએ જણાવ્યું હતું કે, “આ નવા અને સુધારેલા નિયમો ઉડ્ડયન ઉદ્યોગને બિન-જટિલ એરક્રાફ્ટનો ઉપયોગ કરતાં ઓપરેટર્સ/સંસ્થાઓ માટે અનુપાલન બોજ ઘટાડવામાં મદદ કરશે." સરકાર એર કનેક્ટિવિટી સુધારવાની રીતો પર કામ કરી રહી છે અને પ્રાદેશિક એર કનેક્ટિવિટી સ્કીમ હેઠળ સી પ્લેન ઓપરેશનને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ કરી રહી છે.

હવે નાના એરક્રાફ્ટ અને ખાનગી ઓપરેટરો માટે નિયમો સરળ કરાયા, DGCA દ્વારા  જાહેરાત 2 - image


Google NewsGoogle News