Get The App

વૈશ્વિક તેજી છતાં ઘરઆંગણે ઘટીને રૂ.89,100 ; ચાંદી 96,000 આસપાસ

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
વૈશ્વિક તેજી છતાં ઘરઆંગણે ઘટીને રૂ.89,100 ; ચાંદી  96,000 આસપાસ 1 - image


- અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક 33 થી 34 લાખ બેરલ્સ વધ્યો

- ક્રૂડતેલના ભાવ વધ્યા મથાળેથી ઘટયા, કોપર ઉંચકાયું જ્યારે પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં બેતરફી ઉછળકુદ દેખાઈ

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોનાના ભાવ વધતા અટકી ઘટાડા પર રહ્યા હતા જ્યારે ચાંદીના ભાવ નીચા ખુલ્યા પછી ફરી ઉંચકાયા હતા. વિશ્વબજારમાં જોકે સોનાના ભાવ ઔંશના ૨૯૩૩થી ૨૯૩૪ વાળા ઉંચામાં ૨૯૫૪ થઈ ૨૯૪૪થી ૨૯૪૫ ડોલર રહ્યા હતા. આ દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી ઘટતાં ઘરઆંગણે સોનાના ભાવ દબાણ હેઠળ જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૮૯૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૯૪૦૦ રહ્યા હતા.

 અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટી રૂ.૯૬૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૨.૯૧થી ૩૨.૯૨ વાળા ઉંચામાં ૩૩.૨૦થી ૩૩.૦૭થી ૩૩.૦૮ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૭૮થી ૯૭૯ વાળા આજે ૯૭૧ થઈ ઉંચામાં ૯૮૩ થઈ ૯૭૯થી ૯૮૦ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૮૭થી ૯૮૮ વાળા નીચામાં ૯૬૯ તથા ઉંચામાં ૯૯૩ થઈ ૯૮૬થી ૯૮૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૦૨ ટકા પ્લસમાં રહ્યા હતા.

 દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૬૩૮૬ વાળા રૂ.૮૬૧૭૪ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૮૬૭૩૩ વાળા રૂ.૮૬૫૨૦ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૭૫૬૬ વાળારૂ.૯૭૧૮૧ ખુલી રૂ.૯૭૭૮૯ બંધ રહ્યા હતા. મુંબઈ સોના- ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધ્યા મથાળેથી ઘટાડા પર રહ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૬.૪૬ વાળા નીચામાં ૭૫.૭૨ થઈ ૭૬.૩૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૭૨.૫૫ વાળા ૭૧.૮૫ થઈ ૭૨.૨૯ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૩૩થી ૩૪ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરીકન પેટ્રોલીયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું. ત્યાં ગેસોલીનનો સ્ટોક પણ ૨૮થી ૨૯ લાખ બેરલ્સ વધ્યાના સમાચાર આવ્યા હતા.


Google NewsGoogle News