ડિમેટ એકાઉન્ટમાં બેલેન્સ ન હોય તો પણ શેરની ખરીદી કરી શકો છો, જાણો કેવી રીતે?
Image: Freepik |
Buy Shares Without Demat Balance: શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડ અથવા ગવર્નમેન્ટ બોન્ડમાં રોકાણ કરવા માટે ડિમેટ એકાઉન્ટ હોવું જરૂરી છે. ડિમેટ એકાઉન્ટ ખોલાવી તેમાં બેલેન્સ જમા કરાવવાનું હોય છે, ત્યારબાદ તમે શેરની ખરીદી કરી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે, તમારા ડિમેટ એકાઉન્ટમાં બેલેન્સ ન હોય તો પણ તમે શેર ખરીદી શકો છો. આ સુવિધા કેવી રીતે પ્રાપ્ત થાય છે અને તેનો કેવી રીતે લાભ ઉઠાવી શકો છો, તેના વિશે વિસ્તૃત માહિતી મેળવો...
લિવરેજ ટ્રેડિંગનો વિકલ્પ
જે-તે બ્રોકરને ત્યાં ખોલાવેલા ડિમેટ એકાઉન્ટમાં લિવરેજ ટ્રેડિંગનો વિકલ્પ મળે છે. જે અંતર્ગત તમારા ડિમેટ એકાઉન્ટમાં જમા રકમના 10 ગણુ રોકાણ કરવાની મંજૂરી આપે છે. જો કે, તેમાં જોખમની શક્યતા પણ વધે છે. જો સારો શેર ખરીદ્યો હોય તો મબલક નફો મેળવી શકો છો, પરંતુ જો શેરમાં કડાકો નોંધાયો તો તમને મોટુ નુકસાન થઈ શકે છે.
લિવરેજ ટ્રેડિંગ શું છે?
ડિમેટ એકાઉન્ટ મારફત રોકાણકર લિવરેજ અર્થાત માર્જિન ટ્રેડિંગ કરી શકે છે. જેમાં રોકાણકારને પોતાના બ્રોકર પાસેથી ફંડ ઉધાર લેવાની સુવિધા પ્રાપ્ત થાય છે. આ ફંડનો ઉપયોગ તમે સ્ટોક કે સિક્યુરિટીઝ ખરીદવા કરી શકો છો. જેનો લાભ એ થશે કે, તમે તમારા એકાઉન્ટમાં જમા રકમ કરતાં વધુ રોકાણ કરવા સક્ષમ બનો છો તેમજ માર્કેટમાં અનેકગણો નફો કમાવી શકો છો. જો કે, માર્કેટના કડાકામાં નુકસાનનું જોખમ પણ વધશે. લિવરેજ ટ્રેડિંગનો ઉપયોગ ઓપ્શન એન્ડ ફ્યુચર ટ્રેડિંગ માટે યોગ્ય રહે છે.
કેવી રીતે લિમિટ નિર્ધારિત થાય છે
લિવરેજ ટ્રેડિંગ માટે બ્રોકર જે-તે ડિમેટ એકાઉન્ટની સક્ષમતાને આધારે લિમિટ નક્કી કરી છે. જેમાં મોટાભાગે બ્રોકર તમારા એકાઉન્ટમાં જમા રકમના 10 ગણી રકમ ઉધાર આપતા હોય છે. અર્થાત રૂ. 10 હજાર જમા હોય તો તમને 1 લાખ સુધીનું રોકાણ કરવાની સત્તા મળે છે. ઝેરોધા બ્રોકરેજ હાઉસ 5 ગણી અને કોટક સિક્યુરિટીઝ 20 ગણી લિવરેજ પ્રદાન કરે છે.
લિવરેજ પણ કોઈ વ્યાજ નહિં.
લિવરેજ એ શેરબજારમાં રોકાણ માટે લેવામાં આવેલું ઉધાર જ છે. પરંતુ તેમાં કોઈ વ્યાજની ગણતરી થતી નથી. રોકાણકાર કોઈપણ વધારાનો શુલ્ક ચૂકવ્યા વિના લિવરેજનો લાભ લઈ શકે છે. બ્રોકરેજ પ્રત્યેક ટ્રાન્જેક્શન પર ફી વસૂલે છે. જેમાંથી તે તેનો નફો મેળવે છે. ઝેરોધા અને એન્જલ બ્રોકિંગ સહિત મોટાભાગના બ્રોકરેજ હાઉસ પ્રત્યેક ટ્રાન્જેક્શન પર રૂ. 20 ફી અને જીએસટી ચાર્જ વસૂલે છે.