Get The App

આજથી બદલાયા સિમકાર્ડથી લઈને હોમ લોન સુધીના નિયમો, જાણો કયા કયા અને શું થશે અસર

નવા મહિનાની શરૂઆતમાં સિમ કાર્ડ, ગેસ સીલીન્ડર અને લોનને લગતી બાબતોમાં ઘણા નિયમમાં ફેરફાર જોવા મળશે

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
આજથી બદલાયા સિમકાર્ડથી લઈને હોમ લોન સુધીના નિયમો, જાણો કયા કયા અને શું થશે અસર 1 - image


December Rules Change: દરેક મહિનામાં કઈક કઈક ફેરફાર થતા જ હોય છે. આજથી શરુ થતા ડીસેમ્બર મહિનાથી પણ ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. જેની સામાન્ય લોકોના જીવન પર અસર પડે છે. જેની લોકોને ખબર હોવી જરૂરી છે. બેન્કિંગથી લઈને ઘણા સેક્ટરમાં આ મહિનાની શરૂઆતમાં જ આ ફેરફાર લાગુ થશે. આ ઉપરાંત સિમ કાર્ડના નિયમો અને ગેસ સીલીન્ડરની કિંમત પર પણ અસર પડશે. તો જાણીએ આજથી થતા ફેરફારો બાબતે...

લોનના નવા નિયમો

RBI દ્વારા લોન સંબંધિત નિયમો 1 ડિસેમ્બર, 2023થી લાગુ કરવામાં આવશે. આ હેઠળ, લોન ચૂકવ્યાના 1 મહિનાની અંદર લોન આપવા માટે બેંક દ્વારા સબમિટ કરવામાં આવેલ મિલકતના દસ્તાવેજો પરત કરવા જરૂરી રહેશે. જો બેંક આમ નહીં કરે તો તેને 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.

LPG સીલીન્ડરની કિંમત

LPG સીલીન્ડરની કિંમતમાં વધારો થશે. જેમાં તેની કિંમતમાં રૂ. 21નો વધારો થયો છે. નવેમ્બર મહિનામાં કર્મશિયલ LPG સીલીન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે. એક અનુમાન પ્રમાણે એવું પણ કહી શકાય કે આમાં પણ લગ્નની સિઝનના કારણે ભાવ વધારો જોવા મળ્યો છે. પરંતુ ઘર વપરાશ માટે વાપરવામાં આવતા LPG સીલીન્ડરની કિંમતમાં કોઈ જ ફેરફાર થયો નથી.

સિમ કાર્ડના નવા નિયમો

કેન્દ્ર સરકાર દ્વારા આજથી સિમ કાર્ડ સંબંધિત નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જે સિમ કાર્ડની ખરીદી અને વેચાણ સાથે સંબંધિત છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ અનુસાર, હવે KYC વગર સિમ કાર્ડ ખરીદી શકાશે નહીં. આ સિવાય એક આઈડી પર મર્યાદિત સિમ કાર્ડ વેચવાનો નિયમ પણ લાગુ કરવામાં આવ્યો છે. જેનું ઉલ્લંઘન કરનાર ગુનેગારને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલની સજા થઈ શકે છે. આ નવા નિયમો હેઠળ, સિમ કાર્ડ વેચનારને નોંધણી કરાવવી પડશે અને સિસ્ટમ હેઠળ KYC પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

આજથી બદલાયા સિમકાર્ડથી લઈને હોમ લોન સુધીના નિયમો, જાણો કયા કયા અને શું થશે અસર 2 - image


Google NewsGoogle News