Get The App

આજે જ પુરા કરો આ 5 જરૂરી કામ... નહીતર થઇ શકે છે નુકશાન, 30 સપ્ટેમ્બર છે ડેડલાઇન

જો તમારી પાસે પણ હજુ રૂ 2000 ની નોટ છે તો પછી તેને તુરંત જ 30 સપ્ટેમ્બર પહેલા બદલી દો

જો ચાર દિવસમાં તમે આ નોટ નહિ બદલો તો તે ત્યારબાદ થઇ જશે નકામી

Updated: Sep 27th, 2023


Google NewsGoogle News
આજે જ પુરા કરો આ 5 જરૂરી કામ... નહીતર થઇ શકે છે નુકશાન, 30 સપ્ટેમ્બર છે ડેડલાઇન 1 - image


Important Work to do Before Month End : સપ્ટેમ્બર મહિનો પૂરો થવામાં બસ હવે ચાર દિવસ બાકી રહ્યા છે ત્યારે એવા ઘણા મહત્વપૂર્ણ નાણાકીયકામ છે જે આ ચાર દિવસમાં પુરા કરવા ખુબજ જરૂરી છે. જો આ કામ આ ડેડલાઇન સુધીમાં પુરા ન કરવામાં આવે તો તમારી મુશ્કેલી વધી શકે છે. તેમાંથી સૌથી મહત્ત્વનું કામ 2000 રૂપિયાની નોટો બદલવાથી લઈને SBI WeCare FD સ્કીમમાં ઈન્વેસ્ટકરવા માટે બસ હવે ચાર દિવસનો જ સમય બચ્યો છે.

1. રૂ. 2000 ની નોટો બદલવાની છેલ્લી તારીખ

2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 છે. આવી સ્થિતિમાં, બેંકની રજાઓનું લીસ્ટ ખાસ તપાસવું જરૂરી છે. તમારી પાસે પડેલી 2000 રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે નજીકની બેંકમાં બદલો. આવું ન કરતા 30 સપ્ટેમ્બર પછી વધુ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. RBI એ 19 મે, 2023 માં 2000 રૂપિયાની નોટને સર્ક્યુલેશનથી બહાર કરી હતી. તેમજ માર્કેટમાં ફરતી આ નોટને 30 સપ્ટેમ્બર, 2023 પહેલા બેંકમાં જમા કરાવવાની સુચના આપી હતી. જેને હવે માત્ર ચાર દિવસ જ બાકી છે. 

2. સ્મોલ સેવિંગ્સ સ્કીમ માટે આધાર અપડેટ 

સપ્ટેમ્બર મહિનો પોસ્ટ ઓફીસની સ્મોલ સેવિંગ્સ સ્કીમમાં (Post Office Small Saving Schemes) ઇન્વેસ્ટ કરનાર લોકો માટે ખાસ છે. જો તમે પણ સરકારી યોજનાઓ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) અને સુકન્યા સમૃદ્ધિ યોજના સહિતની અન્ય યોજનાઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ઈચ્છો છો તો  30 સપ્ટેમ્બર સુધીમાં આધાર નંબર અપડેટ કરાવવું જરૂરી છે. જો તમે ડેડલાઇન સુધીમાં આ કામ પૂરું નથી કરી શકતા તો તમારું ઇન્વેસ્ટમેન્ટ અટકી શકે છે અને એકાઉન્ટ પણ ફ્રીઝ થઇ શકે છે. આ અંગેની નોટિફિકેશન ફાઈનાન્સ મીનીસ્ટ્રી દ્વારા જારી કરવામાં આવી છે. 

3. બેંક લોકર માટેના એગ્રીમેન્ટ પર સાઈન 

SBI, બેંક ઓફ બરોડા સહિતની અન્ય બેંકોમાં લોકર લેનાર ગ્રાહકો માટે પણ એક એલર્ટ છે. RBI ના નિયમાનુસાર બેંકમાં લોકર લેતા ગ્રાહકો એ હવે અવ એગ્રીમેન્ટ પર સહી કરવાની રહેશે. જો તમારું આ બેંકોમાં લોકર છે તો 30 સપ્ટેમ્બર પહેલા બેંક લોકર એગ્રીમેન્ટ સાઈન કરી લેવા જરૂરી છે. સમયસર આ કામ ન કરવાથી બેંક લોકર બંધ પણ થઇ શકે છે. 

4. ભારતીય સ્ટેટ બેંકની આ સુવિધા 30 સપ્ટેમ્બરથી સમાપ્ત થશે

જો તમે SBIની WECare સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમે સપ્ટેમ્બર મહિના સુધી જ કરી શકો છો. આ વિશેષ યોજનામાં રોકાણ માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરી થાય છે. SBIની આ સ્કીમનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકોને મળી શકે છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકોની તુલનામાં પાંચ વર્ષ અને તેથી વધુ સમયગાળા માટે 7.50 ટકા સુધીનું વ્યાજ મળે છે. આ યોજનામાં ઇન્વેસ્ટમેન્ટ બસ હવે ચાર દિવસ સુધી જ સીમિત છે. 

5. LIC ધન્વૃદ્ધી પ્લાન હવે થશે બંધ 

દેશની સૌથી મોટી વીમા કંપની LICની સૌથી શાનદાર પોલીસી 30 સપ્ટેમ્બરના રોજ બંધ થવાની છે. આ પોલીસીનું નામ LIC ધન વૃદ્ધિ છે. જે એક સિંગલ પ્રીમીયમ પોલીસી છે, જે પોલીસીધારાકને ગેરેન્ટેડ રીટર્ન આપે છે. આ સ્કીમ અંતર્ગત તમે પ્રોજેક્શન અને સેવિંગ કરી શકો છો, એટલે કે આમાં તમને વિમો તો મળે જ છે અને સાથે પૈસા પણ મળે છે. આ પોલીસીમાં તમારે માત્ર એક જ વાર ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે ત્યાર બાદ તમને આજીવન આ યોજનાનો લાભ મળતો રહેશે. 


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.



Google NewsGoogle News