વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ઓલ ટાઈમ હાઈ, તેના રહસ્યો વિશે જાણી ચોંકી જશો

15 વર્ષથી વધુ સમય પછી પણ કોઈ બિટકોઈનના સ્થાપકનું નામ જણાવી શક્યું નથી

2021માં અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની ટેન્ડર તરીકે સ્વીકારનાર પ્રથમ દેશ બન્યો

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ઓલ ટાઈમ હાઈ, તેના રહસ્યો વિશે જાણી ચોંકી જશો 1 - image


All about Bitcoin: તાજેતરમાં બિટકોઈનની કિંમત $69,000ની ઉંચી સપાટીએ પહોંચી છે. તેનું કારણ એ છે કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઈસી)એ બિટકોઈન ઈટીએફને મંજૂરી આપી હતી.આ પછી બિટકોઈનમાં રોકાણ કરવા માટે લોકોનો વિશ્વાસ વધ્યો છે. બિટકોઈન રસપ્રદ બાબતો જાણીએ.

15 વર્ષથી બાદ પણ બિટકોઈનના સ્થાપકનું નામ કોઈ જાણતું નથી 

બિટકોઈન વિશે સૌથી રહસ્યમય વાત એ છે કે 15 વર્ષથી વધુ સમય પછી પણ કોઈ તેના સ્થાપકનું નામ જણાવી શક્યું નથી. આ ક્રિપ્ટોકરન્સીનું વ્હાઇટપેપર 31 ઓક્ટોબર, 2008ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું, જે સાતોશી નાકામોટો દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. એવું કહેવાય છે કે સાતોશી નાકામોટોએ આ વર્ચ્યુઅલ મનીનો પાયો નાખ્યો હતો. પરંતુ શું સાતોશી એક વ્યક્તિનું કે લોકોની ટીમનું સાચું નામ છે? છેલ્લા કેટલાક વર્ષોમાં આ અંગે અનેક દાવાઓ સામે આવ્યા છે પરંતુ રહસ્ય હજુ પણ અકબંધ છે.

ડાર્ક વેબ પર મનપસંદ ચલણ હોવાનો આરોપ

ઑસ્ટ્રેલિયન ઉદ્યોગસાહસિક અને કમ્પ્યુટર ટેકનિશિયન ક્રેગ રાઈટ દાવો કરે છે કે તેઓ 2016 થી વ્હાઇટપેપર લખી રહ્યા છે. જો કે તેની સત્યતા બાબતે સ્પષ્ટ કરવા માટે લંડનમાં ટ્રાયલ ચાલી રહી છે. તેના પ્રકાશનથી, બિટકોઈન પર ગેરકાયદેસર ચૂકવણીઓ માટે ડાર્ક વેબ પર પસંદગીનું ચલણ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે ટ્રેસ નથી થઇ શકતો. આ ચલણ એવું છે જેના માટે હેકર્સ સામાન્ય રીતે રેન્સમવેર એટેક દરમિયાન ચુકવણીની માંગ કરે છે.

બિટકોઈનનું વાજબી મૂલ્ય હજુ પણ શૂન્ય છે: ECB

યુરોપિયન સેન્ટ્રલ બેંકના બે નિષ્ણાતોએ ગયા મહિને એક બ્લોગમાં દાવો કર્યો હતો કે "બિટકોઇન વૈશ્વિક કેન્દ્રીયકૃત ડિજિટલ ચલણ હોવાના તેના વચનને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું છે અને તે હજુ પણ કાનૂની ટ્રાન્સફર માટે ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે. તેમજ ઇટીએફની નવી મંજૂરી બિટકોઈન ચૂકવણી અથવા રોકાણના સાધનના રૂપમાં યોગ્ય નથી એ હકીકતને બદલી શકે નહિ. બિટકોઈનનું વાજબી મૂલ્ય હજુ પણ શૂન્ય છે."

બિટકોઈન રોકાણકારોનો વિશ્વાસ જીતવાનો કરી રહ્યું છે પ્રયાસ  

બિટકોઈનએ તાજેતરના વર્ષોમાં થોડો વિશ્વાસ મેળવ્યો છે. યુએસ નાણાકીય નિયમનકારોએ જાન્યુઆરીની શરૂઆતમાં બિટકોઇન ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી હતી, જે બિટકોઇન રોકાણકારને ક્રિપ્ટોકરન્સી રાખ્યા વિના પરોક્ષ રીતે રોકાણ કરવાની મંજૂરી આપે છે. આ નિર્ણય બિટકોઈનની કિંમતમાં વધારાનું મુખ્ય કારણ હતું જેના કારણે મંગળવારે બિટકોઈને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

અલ સાલ્વાડોર બિટકોઇનને કાનૂની ટેન્ડર બનાવનાર પ્રથમ દેશ બન્યો

સપ્ટેમ્બર 2021માં, અલ સાલ્વાડોર બિટકોઈનને કાનૂની ટેન્ડર તરીકે સ્વીકારનાર પ્રથમ દેશ બન્યો. પરતું તે લોકપ્રિય ક્રિપ્ટો કરન્સી ન બની શક્યું. યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ અમેરિકા (UCA)ના અભ્યાસ મુજબ, 2023માં 88 ટકા સાલ્વાડોરિયનોએ ક્યારેય તેનો ઉપયોગ કર્યો નથી. કેટલાક વેપારીઓએ કહ્યું છે કે તેઓ તેને પેમેન્ટના સાધન તરીકે સ્વીકારશે.

વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી બિટકોઈન ઓલ ટાઈમ હાઈ, તેના રહસ્યો વિશે જાણી ચોંકી જશો 2 - image



Google NewsGoogle News