ક્રૂડતેલ ઉછળી 89 ડોલર ઉપર જતાં પાંચ મહિનાની નવી ટોચે બજાર પહોંચી

- ક્રૂડતેલ પાછળ સોના-ચાંદીમાં પણ વધુ આગેકૂચ

- કોપર, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં તેજી જોવા મળી

Updated: Apr 3rd, 2024


Google NewsGoogle News
ક્રૂડતેલ ઉછળી 89 ડોલર ઉપર જતાં પાંચ મહિનાની નવી ટોચે બજાર પહોંચી 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર આગેકૂચ બતાવી રહ્યા હતા. ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધુ ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી ઉછળી પાંચ મહિનાની નવી ઉંચી   ટોચે પહોંચી જતાં તેની પાછળ વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા.

 વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ વધ્યા પછી ઘટતાં તેના પગલે પણ વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉંચા જતાં જોવા મળ્યા હતા. વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૨૨૪૪થી ૨૨૪૫ વાળા ઉંચામાં ૨૨૬૫થી ૨૨૬૬ થઈ ૨૨૫૫થી ૨૨૫૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં જીએસટી વગર આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૂ.૬૮૩૮૮ વાળા રૂ.૬૮૬૮૫  રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૬૮૬૬૩ વાળા રૂ.૬૮૯૬૧ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૭૫૧૧૧ વાળા વધી રૂ.૭૬૧૨૭ રહ્યા હતા. 

વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૨૪.૯૪થી ૨૪.૯૫ વાળા ઉંચામાં ૨૫.૭૩ થઈ ૨૫.૬૩ થી ૨૫.૬૪ ડોલર રહ્યા હતા. ચીન પછી અમેરિકાના આર્થિક આંકડા સારા આવ્યાના નિર્દેશો હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૫૦૦ વધી રૂ.૭૬ હજાર રહ્યા હતા જ્યારે અમદાવાદ સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૦૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૧૦૦૦ના મથાળે ઉછાળો પચાવાતા જોવા મળ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે ઝડપી વધી પાંચ મહિનાની ટોચે  પહોંચ્યા હતા.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૮૬.૫૯ વાળા ઉંચામાં ૮૯.૦૮ થઈ ૮૮.૫૫ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૨.૮૩ વાળા ઉંચામાં ૮૫.૪૬ થઈ ૮૪.૯૪ ડોલર રહ્યા હતા. ઓપેકનું દૈનિક ઉત્પાદન માર્ચમાં ૫૦ હજાર બેરલ્સ ઘટયું હતું તથા ઉત્પાદન ઘટી દૈનિક ૨૬૪.૨૦ લાખ બેરલ્સની સપાટીએ માર્ચમાં નોંધાયું હતું.

ઓપેક સંગઠનની મિટિંગ બુધવારે આજે મળવાની છે એ પૂર્વે ભાવ વધી ઓકટોબર ૨૦૨૩ પછીની નવી ઉંચા સપાટીને આંબી ગયા હતા. દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૮૨ ટકા વધ્યા હતા. પ્લેટીનમના ભાવ વધી ૯૨૭થી ૯૨૮ ડોલર રહ્યા હતા જ્યારે પેલેડીયમના ભાવ વધી ૧૦૨૯ થઈ ૧૦૨૧થી ૧૦૨૨ ડોલર રહ્યા હતા.


bullion

Google NewsGoogle News