For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં 90 ડોલર નજીકઃ સોના-ચાંદીમાં પણ આગેકૂચ

Updated: Apr 26th, 2024

ક્રૂડતેલના ભાવ વધી ઉંચામાં 90 ડોલર નજીકઃ સોના-ચાંદીમાં પણ આગેકૂચ

અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના નિર્દેશો વચ્ચે

વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ વધતાં પેલેડીયમના ભાવ  ઘટતાં  બંને મેટલ્સ વચ્ચેના ભાવમાં તફાવત નોંધપાત્ર સંકડાયો

મુંબઈ: મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હતી. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૨૩૨૭થી ૨૩૨૮ વાળા ઉંચામાં ૨૩૫૨થી ૨૩૫૩ થઈ ૨૩૪૭થી ૨૩૪૮ ડોલર રહ્યા હતા. અમેરિકામાં જીડીપીના ડેટા નબળા આવ્યા હતા સામે ત્યાં ફુગાવો વધ્યાના સમાચાર હતા.ત્યાં બેરોજગારીના દાવા ઘટયા હતા. 

વિશ્વ બજારમાં આજે સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હતું. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૪૫૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૭૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૮૧૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૭.૫૨થી ૨૭.૫૩ વાળા ઉંચામાં ૨૭.૭૩ થઈ ૨૭.૫૯થી ૨૭.૬૦ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝધડપી ઉંચકાતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર તેજીની વર્તાતી હતી. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ૮૯.૮૩ થઈ ૮૯.૫૭ ડોલર રહ્યા હતા જ્યારે  યુએસ ક્રૂડના ભાવ વધી ૮૪.૪૬ થઈ ૮૪.૧૯ ડોલર રહ્યા હતા.

વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંશના ૯૦૪ વાળા વધી ૯૨૭ થઈ ૯૧૫થી ૯૧૬ ડોલર રહ્યા હતા  જ્યારે પેલેડીયમના ભાવ ઔશના ૯૯૩ વાળા વધુ ઘટી ૯૬૫ થઈ ૯૬૬ ડોલર રહ્યા હતા. પ્લેટીનમ તથા પેલેડીયમના  ભાવ વચ્ચેનો તફાવત ઘટયાના નિર્દેશો હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૫૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૧૮૦૫ વાળા રૂ.૭૨૧૫૮ જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૦૯૪  વાળા રૂ.૭૨૪૪૮ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૮૦૮૯૮ વાળા રૂ.૮૧૪૫૬ થઈ રૂ.૮૧૩૭૪ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.  વિશ્વ બજારમાં કોપર ઉંચકાતાં તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. 

Gujarat