Get The App

ક્રૂડતેલ તથા કોપરના ભાવ ઉંચકાયા: સોના-ચાંદીમાં બેતરફી વધઘટ

- ક્રૂડમાં રશિયાથી શોર્ટ સપ્લાય વચ્ચે મધ્ય-પૂર્વ તરફ વળતી માગ

Updated: Dec 25th, 2024


Google NewsGoogle News
ક્રૂડતેલ તથા કોપરના ભાવ ઉંચકાયા: સોના-ચાંદીમાં બેતરફી વધઘટ 1 - image


મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં ઊંચા ખુલ્યા પછી ફરી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારના સમાચાર બેતરફી વધઘટ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૬૧૫થી ૨૬૧૬ વાળા આજે ઉંચામાં ૨૬૨૧ તથા નીચામાં ૨૬૧૦ થઈ ૨૬૧૩થી ૨૬૧૪ ડોલર રહ્યા હતા.

 વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા યુએસ  બોન્ડ યીલ્ડ ઊંચકાતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોની વેચવાલી જોવા મળી હતી,  દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૫૬૪૦ વાળા રૂ.૭૫૬૫૭ થઈ રૂ.૭૫૫૭૦ રહ્યા હતા.  જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૫૯૪૪ વાળા રૂ.૭૫૯૬૧ થઈ રૂ.૭૫૮૭૪ રહ્યા હતા.

મુંબઈ ચાંદીના ભાવ કિલોદીઠ જીએસટી વગર રૂ.૮૭૪૮૮ વાળા રૂ.૮૭૮૦૦ થઈ રૂ.૮૭૫૧૧ રહ્યા હતા.

મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૨૯.૬૨થી ૨૯.૬૩ વાળા ઉંચામાં ૨૯.૭૫ તથા નીચામાં ભાવ ૨૯.૪૫ થઈ ૨૯.૪૯થી ૨૯.૫૦ ડોલર રહ્યા હતા.

અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૯૯.૫૦ના રૂ.૭૮૬૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૮૦૦ રહ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ રૂ.૮૮ હજાર રહ્યા હતા.  વૈશ્વિક પ્લેટીનમના ભાવ ૯૩૭થી ૯૩૮ વાળા વધી ૯૪૬ થઈ ૯૪૫સ ડોલર રહ્યા હતા.  પેલેડીયંમના  ભાવ ૯૧૯થી ૯૨૦ વાળા ૯૫૫ થઈ ૯૪૨થી ૯૪૩ ડોલર રહ્યા હતા. 

વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૬૦ ટકા પ્લસમાં રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂજના ભાવ  બેરલના ૭૨.૫૬ વાળા ૭૩.૩૯ થઈ ૭૩.૧૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૬૯.૯૭ થઈ ૬૯.૭૫ ડોલર રહ્યા હતા. 

ભારતમાં રશિયાતી ક્રૂડની સ આયાત ઘટતાં રિફાઈનર્સ  મધ્ય-પૂર્વના દેશો તરફ વળ્યાના નિર્દેશો હતા. રશિયાથી આયાત ઘટતાં જાન્યુઆરી માટે ૮૦થી ૧૦૦ લાખ બેરલ્સ ક્રૂડની શોર્ટ સપ્લાય થવાની  શક્યતા વચ્ચે હવે આવી પુરવઠા ખાધને પુરવા મધ્ય-પૂર્વના દેશો તરફ હવે ભારતના ઓઈલ રિફાઈનર્સ નજર દોડાવી રહ્યાના વાવડ મળ્યા હતા.

bullion

Google NewsGoogle News