બાંગ્લાદેશમાં કટોકટી: ટેક્સટાઇલ નિકાસને ફાયદો થશે

- બાંગ્લાદેશની માસિક વોની નિકાસ સરેરાશ ૩.૮ બિલિયન ડોલર આસપાસ

- EU, US અને UKમાં તેનો બજારહિસ્સો બે આંકડામાં

Updated: Aug 7th, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં કટોકટી: ટેક્સટાઇલ નિકાસને ફાયદો થશે 1 - image


અમેરિકા તથા યુરોપના નાતાલના ઓર્ડરોમાં વધારો થવાની અપેક્ષા  

નવી દિલ્હી : બાંગ્લાદેશમાં રાજકીય કટોકટી ઘેરી બની રહી છે ત્યારે વેપારની દ્રષ્ટિએ ખાસ કરીને રેડીમેડ ગારમેન્ટસના વેપારમાં ભારતને લાભ થવાની શકયતા જોવાઈ રહી છે. બાંગ્લાદેશની નિકાસમાં ટેકસટાઈલ ક્ષેત્રનું મોટું યોગદાન રહે છે. બાંગ્લાદેશમાં કટોકટીને ધ્યાનમાં રાખતા રેડીમેડ ગારમેન્ટસના આંતરરાષ્ટ્રીય ખરીદદારો ભારત જેવી વૈકલ્પિક બજારો તરફ વળવા લાગશે એમ તિરુપુર એકસપોર્ટર્સ' એસોસિએશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું.

ભારતમાં રેડીમેડ ગારમેન્ટસના ઉત્પાદન તથા નિકાસ માટે તિરુપુર મોટું મથક છે. બાંગ્લાદેશમાં અશાંતિને કારણે ભારતને મહિને ૩૫થી ૪૦ કરોડ ડોલરનો વધારાનો વેપાર મળી રહેવાની શકયતા છે. જે બાંગ્લાદેશના ગારમેન્ટ વેપારના ૧૦થી ૧૨ ટકા જેટવો થવા જાય છે.

આગામી નાતાલ તથા નવા વર્ષ માટેના ઓર્ડરો ભારતને મળવાની અપેક્ષા હોવાનું હોદ્દેદારે અપેક્ષા વ્યકત કરી હતી. 

બાંગ્લાદેશની એપરલ નિકાસનો માસિક આંક ૩.૬૦ થી ૩.૮૦ અબજ ડોલર છે. બાંગ્લાદેશના એપરલની નિકાસ મુખ્યત્વે અમેરિકા, યુકે તથા યુરોપના દેશોમાં થાય છે. યુરોપિયન યુનિયન અને યુકેમાં તે બે આંકડાનો બજાર હિસ્સો ધરાવે છે જ્યારે  યુએસ માર્કેટમાં ૧૦ ટકા બજારહિસ્સો ધરાવે છે.

સસ્તા લેબર ખર્ચને કારણે બાંગ્લાદેશના ગારમેન્ટસ વિશ્વબજારમાં સ્પર્ધાત્મક ભાવે ઉપલબ્ધ રહે છે. 

દરમિયાન દક્ષિણ એશિયામાં બાંગ્લાદેશ ભારતનો મોટો વેપાર ભાગીદાર દેશ છે તેમ છતાં, હાલની અશાંતિથી ભારતને વેપારમાં કોઈ માર પડવાની શકયતા નહીં હોવાનું એસએન્ડપી દ્વારા એક રિપોર્ટમાં જણાવાયું છે. 

ગયા નાણાં વર્ષમાં બાંગ્લાદેશ ખાતે ભારતનો નિકાસ આંક ૧૧ અબજ ડોલર રહ્યો હતો જે નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં ૧૨.૨૧ અબજ ડોલર જોવા મળ્યો હતો. આયાત પણ બે અબજ ડોલરથી ઘટી ૧.૮૪ અબજ ડોલર રહી હતી. 

બાંગ્લાદેશ ખાતે ભારતની નિકાસમાં મુખ્યત્વે ચા, કોફી, શાકભાજી, કપાસ, આયર્ન, સ્ટીલ સહિતના પ્રોડકટસનો સમાવેશ થાય છે. આયાતમાં લેધર તથા પ્લાસ્ટિકનો મુખ્યત્વે સમાવેશ થાય છે. 

ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો વેપાર

-

નાણાં વર્ષ ૨૦૨૨

નાણાંવર્ષ ૨૦૨૩

નાણાંવર્ષ ૨૦૨૪

ભારતથી નિકાસ

૧૬.૨

૧૨.૨

૧૧.૧

બાંગ્લાદેશથી આયાત

૧.૯

૨.૦

૧.૮

વેપાર ખાદ્ય

૧૪.૩

૧૦.૨

૯.૩

(તમામ આંકડા અબજ ડોલરમાં)


Google NewsGoogle News