Get The App

વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ

એરલાઈન્સને દિવાળી કરતા પણ વધુ ટ્રાફિક વર્લ્ડ કપમાં મળ્યો

ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલ જોવા માટેના ધસારાએ એક દિવસમાં હવાઈ મુસાફરી કરવાનો રેકોર્ડ તોડી નાખ્યો

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપથી ઈન્ડિયન એરલાઈન્સ થઈ માલામાલ! દિવાળી કરતા પણ થઈ વધુ કમાણી, લાખો મુસાફરોની ઉડાનથી બન્યો રેકોર્ડ 1 - image


World Cup Impact: ક્રિકેટ વર્લ્ડ કપ ફાઈનલે એરલાઈન્સ માટે એ કરી બતાવ્યું જે દિવાળી પણ ના કરી શકી. એક દિવસમાં હવાઈ મુસાફરી કરવાનો રેકોર્ડ તૂટી ગયો છે. શનિવારે, લગભગ 4.6 લાખ લોકોએ દેશભરમાં હવાઈ મુસાફરી કરી, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. દિવાળી પર આ વર્ષે મુસાફરોની સંખ્યામાં ઉછાળો આવ્યો હતો. પરંતુ, ભારતની વર્લ્ડકપ ફાઈનલમાં એન્ટ્રીની  સાથે જ અમદાવાદ પહોંચવા માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને નવો રેકોર્ડ સર્જાયો હતો. જેના કારણે વધેલા ભાડાથી એરલાઈન્સે પણ કમાણી કરી હતી.

તહેવારો દરમિયાન મોંઘા ભાડાએ લોકોના દિલ તોડી નાખ્યા હતા

તહેવારોની સિઝનમાં એક દિવસમાં હવાઈ મુસાફરી કરનારા લોકોની સંખ્યા અત્યાર સુધી ક્યારેય 4 લાખ સુધી પહોંચી નથી. વધતી જતી માંગના કારણે એરલાઇન્સે દિવાળીના એક મહિના પહેલા એર ફેરમાં વધારો કર્યો હતો. જેથી એરલાઈન્સને આ માટે જવાબદાર ગણવામાં આવતી હતી. આટલા ઊંચા ભાડા હોવાથી મોટી સંખ્યામાં લોકોએ ટ્રેનની એસી ક્લાસની ટિકિટો ખરીદવી પડી હતી. લાંબા સમયથી ભાડામાં વધારો કરવાનો તેમનો દાવ નિષ્ફળ ગયો હતો. પરંતુ, લોકોએ વર્લ્ડ કપ ફાઈનલ માટે 20 થી 40 હજાર રૂપિયાની ટિકિટ પણ ખરીદી હતી.

એવિએશન મંત્રીએ પાઠવ્યા અભિનંદન 

સોશિયલ મીડિયા પર એવિએશન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ લખ્યું કે 18 નવેમ્બરે ભારતીય એવિએશન ઇન્ડસ્ટ્રીએ ઇતિહાસ રચ્યો. આ દિવસે 4,56,748 લોકોએ હવાઈ મુસાફરી કરી. શનિવારે મુંબઈ એરપોર્ટ પર પણ એક જ દિવસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા જોવા મળી હતી. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વીટર પર લખ્યું હતું કે આ અમારા માટે ઐતિહાસિક તક છે. એક જ દિવસમાં 1.61 લાખથી વધુ મુસાફરો મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા.

સપ્ટેમ્બરથી જ ભાડું વધારવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાથી જ એરલાઈન્સે એડવાન્સ બુકિંગ માટે ભાડું વધારવાનું શરૂ કરી દીધું હતું. ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયાથી શરૂ થતી તહેવારોની સિઝનનો લાભ લેવા માટે એરલાઇન્સનું આ પગલું બેકફાયર થયું અને લોકો રેલવે તરફ વળ્યા. પરંતુ, દિવાળી, છઠ પૂજા અને ક્રિકેટથી પરત ફરેલા લોકોએ એરલાઇન્સનું ખિસ્સું ભરી દીધું હતું. લોકોએ ખૂબ જ મોંઘી ટિકિટો ખરીદી હતી. સોમવારે અમદાવાદથી મુંબઈની ટિકિટની કિંમત 18 થી 28 હજાર રૂપિયાની વચ્ચે છે. તેમજ અમદાવાદથી દિલ્હીની ટિકિટ 10 થી 20 હજારની વચ્ચે છે. જોકે, ભવિષ્યમાં આ ભાડું ઘટશે તેમ લાગી રહ્યું છે.


Google NewsGoogle News