દુનિયાના એવા દેશો જ્યાં કોઈ ઈન્કમ ટેક્સ નથી, જેટલું કમાઓ એટલું ઘરે લઈ જાઓ...
No income in this Countries : તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સિતારામણ દ્વારા વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજુ કરવામાં આવ્યું હતું. જેમાં વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારા કરદાતાઓને એક પણ રૂપિયો ટેક્સ ન ભરવો પડે તેવી જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે દુનિયામાં ઘણાં દેશોની સરકાર માટે આવકનું મુખ્ય સ્ત્રોત ઈન્કમ ટેક્સ જ છે. તો બીજી તરફ એવો દેશો પણ છે કે જેઓ પરોક્ષ કર પર વધુ વિશ્વાસ કરે છે અને કોઈની આવક પર એક રૂપિયાનો પણ કર નથી લગાવતા. આ દેશો વસ્તુ અને સેવાઓ પર કર લગાવીને વસુલી કરે છે. તો ચાલો આ દેશો વિશે જાણીએ........
સાઉદી અરબ
સાઉદી અરબમાં લોકો પર કોઈ પણ ઇન્કમ ટેક્સનો બોજો નાખવામાં નથી આવ્યો. પરંતુ અહીં સરકાર પરોક્ષ કર મોટી માત્રામાં વસુલે છે. કારણ કે પરોક્ષ કર દ્વારા જ અર્થતંત્ર મજબૂત થાય છે. સાઉદી અરબની ગણતરી સમૃદ્ધ દેશોમાં થાય છે.
સંયુક્ત આરબ અમિરાત (UAE)
UAE લોકો પર બિલકુલ ઇન્કમ ટેક્સ વસુલતું નથી. અહીંનું અર્થતંત્ર પરોક્ષ કર જેવા કે વેલ્યુ એડેડ ટેક્સને વધુ વસુલે છે. અને અહીનું અર્થતંત્ર પણ ખૂબ મજબૂત છે. UAEના અર્થતંત્રમાં ટુરીઝમનો ઘણો મોટો ભાગ છે. આ પણ એક કારણ છે કે જેને લીધે લોકો પર કરનો બોજો નથી નાખવામાં આવ્યો.
કુવૈત
અહિયાં પણ લોકોએ ઇન્કમ ટેક્સ ભરવાનો નથી હોતો. કુવૈતનું અર્થતંત્ર ક્રુડ ઓઈલ પર આધારિત છે. ક્રુડ ઓઈલની નિકાસ કરીને સરકાર પાસે ઘણાં રૂપિયા આવે છે. તેથી કરીને આ દેશોના લોકો પાસેથી સરકારને ઇન્કમ ટેક્સ વસુલવાની જરૂર નથી પડતી.
બેહરીન
બેહરીન એક ઇન્કમ ટેક્સ મુક્ત દેશ છે. અહીંની સરકાર પરોક્ષ કર પર જ વધુ વિશ્વાસ રાખે છે. તેથી આ દેશમાં નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ કરનારા લોકોને સારી એવી મદદ મળી રહે છે. જયારે લોકોની ખરીદ શક્તિ વધે છે. ત્યારે પરોક્ષ કરમાં પણ વધારો થાય છે.
બહામાસ
પશ્ચિમ ગોળાર્ધમાં આવેલા આ દેશમાં પણ સરકાર લોકો પાસેથી ઇન્કમ ટેક્સ વસૂલતી નથી.
ઓમાન
ઓમાનનું અર્થતંત્ર ક્રુડ ઓઈલ અને પાકૃતિક ગેસના કારણે મજબૂત છે. અહીંની સરકાર નાગરિકો પર ઇન્કમ ટેક્સ નાખતી નથી.
આ પણ વાંચોઃ ટેક્સ ચોરી કરનારા એલર્ટ થઈ જાઓ! 'ટેક અને ટ્રેસ મિકેનિઝમ' તમારી પોલ ખોલી શકે!
કતાર
કતાર પણ ઇન્કમ ટેક્સ આપવો પડતો નથી. અહીંના લોકો ઘણાં ધનવાન છે. તેમના પાસેથી ઇન્કમ ટેક્સ નથી લેવામાં આવતો.
60 ટકા ઇન્કમ ટેક્સ લેવામાં આવે છે આ દેશોમાં
પરંતુ આ સિવાય બીજા એવા દેશો પણ છે કે જ્યાં લગભગ 60 ટકા ઇન્કમ ટેક્સ લેવામાં આવે છે. જેમાં ફિન્લેન્ડનું નામ સામેલ છે. જો કે, અહિયાં નાગરિકોને શિક્ષણ, સ્વાસ્થ્ય સંબંધિત શ્રેષ્ઠ સુવિધાઓ મફત આપવામાં આવે છે. જાપાનમાં લગભગ 55 ટકા, અને ડેન્માર્ક અને ઓસ્ટ્રીયામાં પણ 55 ટકા ઇન્કમ ટેક્સ વસુલવામાં આવે છે.