ગૃહિણીઓના બજેટ ખોરવાયા, શાકભાજી, ખાદ્ય તેલોના ભાવ આસમાને પહોંચતાં રિટેલ મોંઘવારી 14 માસની ટોચે
Retail Inflation In October: દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. છેલ્લા બે મહિનાથી શાકભાજી અને ખાદ્ય ચીજોના ઊંચા ભાવોએ ગૃહિણીઓનું બજેટ ખોરવ્યું છે. ઓક્ટોબરમાં પણ શાકભાજીના ઊંચા ભાવોના કારણે ફુગાવો 14 માસની ટોચે 6.21 ટકા નોંધાયો છે. સપ્ટેમ્બરમાં પણ રિટેલ ફુગાવો 5.49 ટકા સાથે નવ માસની ટોચે નોંધાયો હતો.
શાકભાજીના ભાવો વધ્યા
શાકભાજીના ભાવોમાં 80 ટકા ઉછાળાના કારણે ફુગાવો ઓક્ટોબરમાં વધી 42.18 ટકા નોંધાયો છે. જે સપ્ટેમ્બરમાં 36 ટકા હતો. અનાજમાં રિટેલ ફુગાવો 6.94 ટકા નોંધાયો છે.
આ પણ વાંચોઃ શેરબજાર ભોંય પટકાયા, સેન્સેક્સમાં 900 પોઈન્ટનો કડાકો, 6 લાખ કરોડનું ગાબડું
ખાદ્ય તેલના ભાવ આસમાને
તહેવારો તેમજ આયાત ડ્યૂટીમાં વધારો તદુપરાંત ડોલર સામે રૂપિયો નબળો પડતાં ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચ્યા છે. સ્થાનિક એડિબલ ઓઈલ બજારમાં તેલના ભાવ 20થી 40 ટકા સુધી વધ્યા છે. પરિણામે મોંઘવારી વધી છે. ખાદ્ય તેલો પર રિટેલ ફુગાવો સપ્ટેમ્બરમાં 2.47 ટકા સામે અનેકગણો વધી 9.51 ટકા થયો છે.
RBI વ્યાજના દરો જાળવશે??
ઓક્ટોબરમાં ફુગાવો આરબીઆઈના ટોલેરન્સ રેટ 6 ટકાથી વધુ નોંધાતાં આગામી એમપીસી બેઠકમાં આરબીઆઈ વ્યાજના દરો સતત અગિયારમી વખત જાળવી રાખે તેવો અંદાજ નિષ્ણાતો આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે, જુલાઈમાં રિટેલ ફુગાવો 3.54 ટકા સાથે પાંચ વર્ષના તળિયે નોંધાતા લોકો માટે આશાનું કિરણ બન્યો હતો કે, આગામી સમયમાં ભાવ વધુ ઘટશે. પરંતુ પરિસ્થિતિ તેનાથી વિપરિત રહી છે.
2024-25માં રિટેલ મોંઘવારીનુ ચિત્ર