બટાકાના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી ભુતાન ખાતેથી આયાત છૂટની વિચારણા

- વર્તમાન વર્ષમાં બટાકાનું ઉત્પાદન નીચું રહેવાની વકી

Updated: Jul 27th, 2024


Google NewsGoogle News
બટાકાના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી ભુતાન ખાતેથી આયાત છૂટની વિચારણા 1 - image


મુંબઈ : બટેટાના ઊંચા ભાવને ધ્યાનમાં રાખી ભુતાન ખાતેથી તેની આયાત છૂટ આપવા સરકાર વિચારી રહી છે. નીચા ઉત્પાદનને પરિણામે બટેટાના ભાવ લાંબા ગાળા સુધી ઊંચા જળવાઈ રહેવાની શકયતા  જોવાઈ રહી છે. ભુતાન ઉપરાંત અન્ય દેશો ખાતેથી પણ આયાત કરવાના વિકલ્પો પણ તપાસાઈ રહ્યા હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

ટ્રેડરોને ઓછી કવોન્ટિટીમાં બટેટા આયાત કરવાની ટૂંકમાં જ છૂટ અપાશે. પશ્ચિમ બંગાળ તથા ઉત્તર પ્રદેશમાં હવામાનને લગતી સમશ્યાને કારણે ઉત્પાદન પર અસર પડી છે જેને પરિણામે ભાવમાં ઉછાળો આવ્યો છે.

શાકભાજીના ઊંચા ભાવને કારણે દેશમાં એકંદર રિટેલ ફુગાવો સતત ઊંચો રહ્યા કરે છે. બટેટા ઉપરાંત કાંદા તથા ટમેટાના ભાવ પણ વપરાશકારોને દઝાડી રહ્યા છે.

આવનારા મહિનામાં ભાવ વધુ વધવાની અપેક્ષાએ ખેડૂતો તથા ટ્રેડરો માલ પકડીને બેઠા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ગયા વર્ષે ૬.૦૧ કરોડ ટનની સામે વર્તમાન વર્ષમાં બટેટાનું ઉત્પાદન ૫.૮૯ કરોડ ટન રહેવા અંદાજ છે. 

હીટવેવને કારણે દેશમાં શાકભાજીના ઉત્પાદન પર અસર જોવા મળી રહી છે. 

ગયા વર્ષે સરકારે ૨૦૨૪ના જૂન સુધી લાયસન્સ વગર ભુતાન ખાતેથી બટેટાની આયાત છૂટ આપી હતી. વિશ્વમાં ભારત બટેટાનો બીજો મોટો ઉત્પાદક દેશ છે. પ્રથમ ક્રમે ચીન છે. 


Google NewsGoogle News