કોંગ્રેસના મોટા નેતા ધરાવે છે બિટકોઈન ETF, ઈક્વિટીથી માંડી ફ્લેક્સી કેપ ફંડમાં કરોડોનું રોકાણ
Lok Sabha Elections 2024: દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. રાજકીય નેતાઓ પોત-પોતાના ક્ષેત્રમાંથી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી રહ્યા છે. તે દરમિયાન નેતાઓ દ્વારા જારી કરવામાં આવેલી આવક સંબંધિત માહિતીમાં ઘણા નેતાઓ વિવિધ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ સાથે ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો ધરાવતા હોવાનું જાણવા મળ્યુ છે. કોંગ્રેસ અધ્યક્ષ વાયનાડથી ઉમેદવારી પત્ર ભરતી વખતે રાહુલ ગાંધીએ એફિડેવિટ મુજબ ઈક્વિટી અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં કરોડોનું રોકાણ ધરાવતા હોવાની જાણ કરી હતી.
કોંગ્રેસના અન્ય એક દિગ્ગજ નેતા શશી થરૂરે પણ ગઈકાલે તિરૂવંનતપુરમમાંથી ઉમેદવારી પત્ર રજૂ કરતાં એફિડેવિટમાં કુલ અંદાજિત રૂ. 49 કરોડની જંગમ સંપત્તિ ધરાવતા હોવાનુ જણાવ્યું છે. જેમાં બેન્ક એફડી, મ્યુચ્યુઅલ ફંડ, ઈક્વિટી, ટેક્સ-ફ્રી બોન્ડ, બિટકોઈન ઈટીએફ અને ફોરેન ઈક્વિટી સામેલ છે.
વિદેશમાં રૂ. 16 કરોડથી વધુ રોકાણ
શશી થરૂર વિદેશમાં કુલ રૂ. 16 કરોડથી વધુ રોકાણ ધરાવે છે. જેમાં બિટકોઈન ઈટીએફમાં રૂ. 5.11 લાખ, ઈક્વિટીમાં રૂ. 9.33 કરોડ, કોર્પોરેટ બોન્ડમાં રૂ. 3.47 કરોડનું રોકાણ ધરાવે છે. ડિપોઝિટ પેટે રૂ., 91.7 લાખ અને ઓપ્શન્સમાં 19.98 લાખનું રોકાણ પણ ધરાવે છે. તદુપરાંત યુએસ ટ્રેઝરી સિક્યુરિટીમાં 2.03 કરોડ અને એસ્ટી કેપિટલમાં 1.11 કરોડની લોન સામેલ છે.
19 બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ
થરૂર ભારતમાં વિવિધ 19 બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ ધરાવે છે. તેમજ વિવિધ બોન્ડ, ડિબેન્ચર અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કર્યું છે. ગવર્મેન્ટ બોન્ડમાં રૂ. 39 લાખનું રોકાણ કર્યું છે. જેમાં હુડકો ટેક્સ ફ્રી બોન્ડ અને રૂ. 15 લાખનો આરબીઆઈ બોન્ડ સામેલ છે. એચએનઆઈ ટેક્સ ફ્રી બોન્ડમાં ટ્રાન્ચ 1 સિરિઝ 2બીમાં રૂ. 10 લાખ અને ટ્રાન્ચ-2 સિરિઝ 2બીમાં રૂ. 4.43 લાખનું રોકાણ છે.
મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ
થરૂર પાસે ઈએલએસએસ ફંડ્સનો પોર્ટફોલિયો છે. જેમાં ફ્રેન્કલિન ઈન્ડિયા ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ (રૂ. 6.98 લાખ), એક્સિસ ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ (જી) (રૂ. 8.26 લાખ) અને એક્સિસ ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ આઈડીસીડબ્લ્યૂ (3.43 લાખ) સામેલ છે. ફ્રેન્કલિન ઈન્ડિયા ઈએલએસએસ ટેક્સ સેવર ફંડ આઈડીસડબ્લ્યૂ, એચડીએફસી ઈએલએસએસ ટેક્સ સેવર રેગ(જી) અને મિરે ઈએલએસ ટેક્સ સેવર ફંડ રેગમાં પણ રોકાણ કર્યું છે.
સ્થાવર સંપત્તિ
થરૂર ફ્લેક્સી કેપ અને મલ્ટીકેપ પોર્ટફોલિયો ફંડ જેવા ફ્રેન્કલિન ઈન્ડિયા બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ, એડલવાઈસ એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક એન્ડ વર્લ્ડ હેલ્થકેયર 45 ઈન્ડેક્સ ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા ફીડર- ફ્રેન્કલિન યુએસ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, એચડીએફસી ફ્લેક્સી કેપ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુ મલ્ટીકેપ ફંડ અને કોટક ફ્લેક્સી ફંડમાં પણ રોકાણ ધરાવે છે. કુલ સ્થાવર સંપત્તિ રૂ. 6.75 કરોડની છે. વધુમાં 32 લાખની કિંમતનું 534 ગ્રામ સોનુ અને રૂ. 36 હજાર રોકડ છે.