‘માધબી પૂરી બુચ સેબીના સકંજામાં આવેલી કંપની પાસેથી મેળવી રહ્યા છે ભાડું’ કોંગ્રેસના ફરી ગંભીર આક્ષેપ

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
‘માધબી પૂરી બુચ સેબીના સકંજામાં આવેલી કંપની પાસેથી મેળવી રહ્યા છે ભાડું’ કોંગ્રેસના ફરી ગંભીર આક્ષેપ 1 - image


SEBI Chairperson Madhabi Buch News : કોંગ્રેસે ફરી સેબીના અધ્યક્ષા માધબી પૂરી બુચ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે, ‘સેબી જે કંપની સામે તપાસ કરી રહી છે, તે કંપનીને માધબીએ પોતાની સંપત્તિ ભાડે આપી છે.’

માધબી પૂર્વ-સમયની સભ્ય હતી ત્યારે એક મિલકત ભાડે આપી

કોંગ્રેસ નેતા પવન ખેડાએ કહ્યું કે, ‘જ્યારે માધબી 2018-19માં સેબીમાં પૂર્ણ-સમયની સભ્ય હતા, ત્યારે તેમણે પોતાની એક મિલકત ભાડે આપી હતી. 2018-19માં આ પ્રોપર્ટીનું ભાડું સાત લાખ રૂપિયા હતું, 2019-20માં આ ભાડું વધીને 36 લાખ રૂપિયા, જયારે 2023-24માં વધીને 46 લાખ રૂપિયા થઈ ગયું છે. આ મિલકત કેરોલ ઇન્ફો સર્વિસિસ લિમિટેડને ભાડે આપવામાં આવી હતી, જે વોકહાર્ટ લિમિટેડ સાથે જોડાયેલી છે.’

આ પણ વાંચો : માધબી બુચ કેવી નોકરી કરતા હતા કે પગાર કરતાં પેન્શન વધુ હતું : કોંગ્રેસ

વોકહાર્ટ લિમિટેડ સેબીની તપાસ હેઠળ

તેમણે કહ્યું કે, સેબી વોકહાર્ટ લિમિટેડ વિરુદ્ધ ઈનસાઈડર ટ્રેડિંગ મામલે તપાસ કરી રહી છે. સેબી આ મામલે તપાસ કરી રહી છે, ત્યારે માધબી બુચ સેબીના અધ્યક્ષા છે. આ માત્ર હિતોનો ટકરાવ નથી, પરંતુ ભ્રષ્ટાચારનો સંપૂર્ણ મામલો છે. શું તે નૈતિક છે, શું તે કાયદેસર છે?

સેબીના અધ્યક્ષતા હોવા છતાં બેંક પાસેથી પગાર લેવાનો આક્ષેપ

આ પહેલા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, ‘માધબી બુચ સેબીના અધ્યક્ષતા તરીકે કાર્યરત હોવા છતાં તેમણે ICICI બેંક, ICICI પ્રુડેન્શિયલ, ESOP પાસેથી 16.80 કરોડ મેળવ્યા હતા. તેમને સેબીથી પણ વધુ સેલેરી પ્રાઈવેટ બેંક પાસેથી મળતી હતી. જોકે બેંકે કોંગ્રેસના આક્ષેપોને રદીયો આપી કહ્યું હતું કે, માધબી નિવૃત્ત થયા બાદ તેમને પગાર અપાતો ન હતો, પરંતુ ‘નિવૃત્તિ લાભ’ અપાતો હતો.

આ પણ વાંચો : 'માધબી બુચે એકસાથે 3 જગ્યાએથી પગાર લીધો...', SEBI વડાના કથિત કૌભાંડો મુદ્દે કોંગ્રેસના PM મોદીને સવાલ

એક પખવાડિયા પહેલા હિન્ડેનબર્ગે કર્યો હતો ધડાકો

લગભગ એક પખવાડિયા પહેલા હિન્ડેનબર્ગે ધડાકો કર્યો હતો કે સેબી અધ્યક્ષ બુચ અદાણી જૂથની કંપનીઓમાં હવાલા અને નાણાકીય ગેરરીતિ માટે ઉપયોગમાં લેવાથી શેલ કંપનીઓ અને ફંડમાં રોકાણકાર હોવા છતાં તેમણે અદાણી સામેની જાન્યુઆરી 2023ની ફરિયાદોની તપાસમાં ભાગ લીધો હતો અને તેમનું હિત જોડાયેલું હોવાથી અદાણીને ક્લિનચીટ આપવામાં આવી છે. આ આક્ષેપનો જવાબ આપતા બુચે સ્વીકાર્યું હતું કે પોતે અને તેમના પતિ આ ફંડમાં રોકાણકાર હતા પણ આ આક્ષેપો ભારત અને સેબીના ચરિત્રહનન સમાન છે. આ મામલે સેબી જેમની નીચે આવે છે તે નાણા મંત્રાલયે હજી સુધી મૌન ધારણ કરેલું છે. સરકારે તેનો કોઈ જવાબ આપ્યો નથી પણ ભાજપે હિન્ડેનબર્ગ ભારત વિરોધી હોવાનું અભિયાન ચલાવ્યું હતું.


Google NewsGoogle News