કોંગ્રેસના એક પછી એક ગંભીર આક્ષેપ બાદ SEBI ચેરપર્સને આપ્યા જવાબ, કહ્યું - 'આરોપો ખોટા...'

Updated: Sep 13th, 2024


Google NewsGoogle News
Madhabi Puri Buch


SEBI Chairpersons Answer : હિંડનબર્ગના દાવા બાદ વિપક્ષની ટીકાનો સામનો કરી રહેલા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના (SEBI) ચેરપર્સન માધબી પુરી બુચે ફરી એકવાર પ્રતિક્રિયા આપી છે. માધબી અને તેમના પતિ ધવલ બૂચે કોંગ્રેસ દ્વારા અનિયમિતતા અને હિતોના સંઘર્ષ અંગેના આરોપોને નકારી કાઢતા કહ્યું છે કે, 'તેઓ ખોટા, પ્રેરિત અને બદનક્ષીભર્યા છે.'

SEBIના ચેરપર્સન માધબીએ શું કહ્યું?

માધબીએ એક નિવેદનમાં કહ્યું કે, 'કોંગ્રેસ દ્વારા કરાયેલા આક્ષેપો તેમના દ્વારા ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નમાં નોંધાયેલી વિગતોના આધારે છે. નાણાકીય બાબતોને લગતી તમામ માહિતી તેમના દ્વારા સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવી છે અને ટેક્સની યોગ્ય ચુકવણી પણ કરવામાં આવી છે. આવકવેરા રિટર્નની વિગતો સ્પષ્ટપણે છેતરપિંડી અને ગેરકાયદેસર રીતે મેળવવામાં આવી છે. આ માત્ર આપણી ગોપનીયતાના અધિકારનું સ્પષ્ટ ઉલ્લંઘન નથી, પરંતુ આવકવેરા કાયદાનું પણ ઉલ્લંઘન છે.

આ પણ વાંચો : ડેન્જર ઝોન છતાં ચેતવણીનું બોર્ડ કેમ નહીં.. ગાંધીનગરમાં તંત્રની બેદરકારીની ભેટ ચઢ્યાં 8 યુવાન!

કોંગ્રેસે લગાવ્યાં આરોપ

કોંગ્રેસે તાજેતરમાં SEBIના પ્રમુખ અને તેમના પતિ સામે આરોપ લગાવ્યાં છે. જેમાં તેમની સાથે સંબંધિત એક કન્સલ્ટિંગ કંપની પર હિતોના ટકરાવનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. આ સાથે કોંગ્રેસે  SEBIના પ્રમુખના પતિ ધવલ બુચે પર આરોપ લગાવ્યાં છે કે, SEBIના નિયમોનું ઉલ્લઘન કરવાને લઈને મહિન્દ્રા કંપની વિરુદ્ધ તપાસ ચાલી રહી હતી, ત્યારે મહિન્દ્રા ગ્રુપ પાસેથી ધવલ 4.78 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

ક્યારેય ફાઇલનો નિકાલ કર્યો નથી

જો કે, સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, માધબી સેબીમાં જોડાયા પછી અગોરા એડવાઇઝરી, અગોરા પાર્ટનર્સ, મહિન્દ્રા ગ્રૂપ, પિડિલાઇટ, ડૉ રેડ્ડીઝ, અલ્વારેઝ એન્ડ માર્સલ, સેમ્બકોર્પ, વિસુ લીઝિંગ અથવા ICICI બેંકમાં કોઈપણ સ્તરે કોઈ હોદ્દો સંભાળ્યો નથી. તેમજ ક્યારેય ફાઇલનો નિકાલ કર્યો નથી.

આ પણ વાંચો : ‘...તો વિદ્યાર્થીઓ સામે કરાશે કાર્યવાહી’ તમામ શાળા, કૉલેજો, યુનિવર્સિટી માટે નવી ગાઈડલાઈન જાહેર

બૂચે કહ્યું, 'આ આરોપો સંપૂર્ણપણે ખોટા, દૂષિત અને બદનક્ષીભર્યા છે. માધબીએ SEBIના તમામ ડિસ્ક્લોઝર અને ડિસ્ક્લેમર માર્ગદર્શિકાનું પાલન કર્યું છે.'

કોંગ્રેસના એક પછી એક ગંભીર આક્ષેપ બાદ SEBI ચેરપર્સને આપ્યા જવાબ, કહ્યું - 'આરોપો ખોટા...' 2 - image


Google NewsGoogle News