Get The App

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ડાયાબિટીસ, એન્ટિબાયોટિક સહિતની 54 દવાના ભાવ ઘટ્યા

Updated: Jun 15th, 2024


Google NewsGoogle News
Medicine


Essential Medicine: મોંઘવારીના માર વચ્ચે સામન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. સારવાર અને દવાઓના ખર્ચથી પરેશાન કરોડો લોકોને સરકારે મોટી રાહત આપી છે. આજથી 54 જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે તેમાં ડાયાબિટીસ, હ્રદય અને કાનની બીમારીઓના ઈલાજમાં ઉપયોગમાં લેવાતી દવાઓની સાથે મલ્ટીવિટામિન વગેરે પણ સામેલ છે. તેનાથી સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની આશા છે.

NPPAની બેઠકમાં નિર્ણય

ઘણી જરૂરી દવાઓના ભાવ ઘટાડવાનો આ નિર્ણય નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી (NPPA)ની 124મી બેઠકમાં લેવામાં આવ્યો છે. NPPA દેશમાં વેચાઈ રહેલી એ જરૂરી દવાઓની કિંમતો નક્કી કરે છે, જેનો સામાન્ય લોકો ઉપયોગ કરે છે. બેઠકમાં 54 દવાના ફોર્મ્યુલેશન અને 8 વિશેષ દવાઓના ભાવ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ દવાઓના ભાવ ઘટ્યા

NPPAએ આ બેઠકમાં જે 54 દવાઓના ભાવ નક્કી કર્યા છે તેમાં ડાયાબિટીસ, હાર્ટ, એન્ટિબાયોટિક્સ, વિટામિન ડી, મલ્ટી વિટામિન્સ, કાનની બીમારીઓની દવા વગેરે સામેલ છે. આ ઉપરાંત NPPAએ આ બેઠકમાં 8 સ્પેશિયલ ફીચર ઉત્પાદનોના ભાવ પર પણ આ બેઠકમાં નિર્ણય લીધો છે. 

ગત વર્ષે આ દવાઓના ઘટ્યા હતા ભાવ

આ પહેલા સરકારે ગત મહિને પણ ઘણી જરૂરી દવાઓના ભાવમાં ઘટાડો કર્યો હતો. ગત મહિને સામાન્ય રીતે વપરાતી 41 દવાઓ અને 6 સ્પેશિયલ દવાઓના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. એન્ટિબાયોટિક્સ, મલ્ટી વિટામિન્સ, ડાયાબિટીસ અને હૃદય સાથે સંબંધિત દવાઓના ભાવમાં ગત મહિને જ ઘટાડો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લીવરની દવાઓ, ગેસ અને એસિડિટીની દવાઓ, પેઈન કિલર, એલર્જીની દવાઓ પણ ગત મહિને સસ્તી કરવામાં આવી હતી.

10 કરોડથી વધુ લોકોને લાભ

એવું માનવામાં આવે છે કે NPPAના આ નિર્ણયથી કરોડો લોકોને ફાયદો થઈ શકે છે. ઉદાહરણ તરીકે, હાલમાં દેશમાં એકલા ડાયાબિટીસના 10 કરોડથી વધુ  દર્દીઓ છે. આ વિશ્વના અન્ય કોઈપણ દેશની તુલનામાં વધુ છે. ડાયાબિટીસના દર્દીઓને નિયમિત દવાઓ પર આધાર રાખવો પડે છે. આવી સ્થિતિમાં 10 કરોડથી વધુ ડાયાબિટીસના દર્દીઓને ઘટેલા ભાવનો સીધો લાભ થશે. 

મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર, ડાયાબિટીસ, એન્ટિબાયોટિક સહિતની 54 દવાના ભાવ ઘટ્યા 2 - image



Google NewsGoogle News