Get The App

ધીમા રિઓપનિંગને પરિણામે 2023માં ચીનના અર્થતંત્ર પર ખલેલ પડવાનું જોખમ

- ચીનનો આર્થિક વિકાસ દર ૪.૩૦ ટકા રહેવા નોમુરાનો અંદાજ

Updated: Nov 22nd, 2022


Google NewsGoogle News
ધીમા રિઓપનિંગને પરિણામે 2023માં ચીનના અર્થતંત્ર પર ખલેલ પડવાનું  જોખમ 1 - image


બીજિંગ : કોરોનાના કેસો ફરી વધવા લાગતા  આગામી વર્ષે  ચીનના અર્થતંત્રમાં મોટી ખલેલ પડવાનું જોખમ તોળાઈ  રહ્યું છે. ચીન એકદમ સલામત રીતે રિઓપનિંગ કરી રહ્યું છે. બાકી પડેલી માગમાં પણ ગતિ જોવા મળવાની શકયતા નથી કારણ કે ઉપભોગતાની બચતો ઘટી ગઈ છે, એમ નોમુરા હોલ્ડિંગ્સના એક રિપોર્ટમાં જણાવાયું હતું.

ચીનમાં નાગરિકોને નિયમિત રીતે ટેસ્ટિંગ કરવા કરાઈ રહેલા દબાણને કારણે ઉત્પાદકતા ઘટી રહી છે. 

સરકાર સખત લોકડાઉન લાગુ કરવાનું ટાળી રહી છે, પરંતુ નિયંત્રણોને કારણે નાગરિકો ઘરમાં જ પુરાઈ રહેવાનું પસંદ કરી રહ્યા છે જેને પરિણામે મોબિલિટી ઘટી ગઈ છે. 

ચીનના આર્થિક રીતે મહત્વના એવા વિસ્તારો  જેમ કે, ગૌંગડોન્ગ, બીજિંગમાં કોરોનાના કેસો ઝડપી વધી રહ્યા છે. ચીનમાં રિઓપનિંગનો માર્ગ ધીમો, પીડાદાયક અને ટેકરાળો બની શકે છે એમ  રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.

કેસોમાં થઈ રહેલા વધારાને કારણે ચીનના નીતિવિષયકો અંકૂશોને ઝડપથી હળવા કરવામાં ખચકાઈ રહ્યા છે. ૨૦૨૩ માટે ચીનનો આર્થિક વિકાસ દર ૪.૩૦ ટકા રહેવા નોમુરાએ અંદાજ મૂકયો છે. 

તબક્કાવાર રિઓપનિંગથી નાગરિકોમાં રોષ ફેલાયો છે અને સતત ચકાસણીને કારણે   ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદકતાને ફટકો પડી રહ્યો છે. વારંવારની ચકાસણીથી લોકો ત્રાસી ગયા છે.  


Google NewsGoogle News