બાળકના ભવિષ્યને સુરક્ષિત કરતી યોજના, આકર્ષક રિટર્ન અને ટેક્સમાં મુક્તિ સહિત અનેક લાભો

Updated: May 15th, 2024


Google NewsGoogle News
બાળકના ભવિષ્યને સુરક્ષિત કરતી યોજના, આકર્ષક રિટર્ન અને ટેક્સમાં મુક્તિ સહિત અનેક લાભો 1 - image


Child Insurance Plan: સતત વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખતાં ભવિષ્યમાં બાળકોના શિક્ષણ, લગ્ન, ભાવિ લક્ષ્યાંકો હાંસલ કરવા અત્યારથી જ આયોજનો કરવા અત્યંત જરૂરી બન્યા છે. જે વસ્તુની કિંમત આજે રૂ. 100 છે, તે 10થી 15 વર્ષ બાદ રૂ. 1000 થઈ શકે છે. બાળકો માટે આ વીમા યોજના તમારા બાળકને વીમાની સુવિધાની સાથે ભાવિ ફંડની જરૂરિયાતો પૂરી પાડે છે.

ચાઈલ્ડ ઈન્સ્યોરન્સ યોજનાના ફાયદા

ચાઈલ્ડ ઈન્સ્યોરન્સ (બાળ વીમા યોજના) દ્વારા, તમે તમારા બાળકના ભવિષ્ય માટે ફંડ બનાવી શકો છો. બાળકના શિક્ષણ અને લગ્ન જેવા ખર્ચ માટે મોટી રકમ પહેલેથી જ ભેગી કરવા સક્ષમ બનાવે છે. ચાઈલ્ડ ઈન્સ્યોરન્સ પ્લાન તમારા બાળકના અભ્યાસકાળ દરમિયાન જુદા જુદા સમયે ચૂકવણી કરવા અનુકૂળતા આપે છે. ભવિષ્યમાં ઓચિંતી આવી પડતી મુશ્કેલીઓ અને બીમારીમાં પણ કવરેજ પૂરુ પાડે છે. 

ઉપાડ સરળ

ચાઈલ્ડ પ્લાન બાળકના તમામ ખર્ચને આવરી લેતુ કવરેજ પ્રદાન કરે છે. જેમાં મેચ્યોરિટી દરમિયાન વાર્ષિક ધોરણે હપ્તા પેટે અથવા તો બાળક 18 વર્ષનું થાય ત્યારે એકસામટી રકમ ઉપાડવાની સુવિધા આપે છે. 

વીમા યોજનાઓમાં Smartkid (ICICI Pru Smart Life), Max Life Child Insurance Plan, LIC ન્યૂ ચિલ્ડ્રન મની બેક, HDFC લાઇફ યંગસ્ટાર ઉડાન, SBI લાઇફ – સ્માર્ટ સ્કોલર સહિત અનેક યોજનાઓ જારી છે.

ચાર પ્રકારના ચાઈલ્ડ પ્લાનઃ

ભારતમાં ચાર પ્રકારની ચાઈલ્ડ પ્લાન છે - એક ચાઈલ્ડ યુલિપ છે, જે મુખ્યત્વે ઉચ્ચ વીમા કવરેજ પ્રદાન કરે છે. આ ઉપરાંત, તમે નિયમિતપણે રોકાણ પણ કરો છો, આ પૈસા ઇક્વિટી માર્કેટમાં પણ રોકાણ કરવામાં આવે છે. જો તમારું મૃત્યુ થાય તો વીમાની રકમ નોમિનીના બાળક અથવા કાનૂની વાલીને આપવામાં આવે છે. મૃત્યુ પછી ભાવિ પ્રિમીયમ માફ કરવામાં આવે છે.  મેચ્યોરિટી દરમિયાન સંપૂર્ણ રકમ ઉપાડી શકો છો. આ પ્લાન સામાન્ય રીતે 10-15 વર્ષ માટે હોય છે.

બીજું, પરંપરાગત એન્ડોમેન્ટ પ્લાન, જેમાં વીમાની રકમ પર બોનસના રૂપમાં સ્થિર રિટર્ન ઉપલબ્ધ છે. સામાન્ય રીતે બોનસ બીજા વર્ષથી ચૂકવવામાં આવે છે. ત્રીજો પ્લાન સિંગલ પ્રીમિયમ ચાઈલ્ડ પ્લાન છે, જેમાં તમે એક જ વારમાં પ્રીમિયમ તરીકે સમગ્ર રકમ ચૂકવો છો. પ્રીમિયમ ચુકવણીની નિયત તારીખો યાદ રાખવાની હવે કોઈ ઝંઝટ નથી. કેટલીક કંપનીઓ આ હેઠળ ડિસ્કાઉન્ટ આપે છે અથવા પ્રીમિયમ ઘટાડે છે.

ચોથું રેગ્યુલર પ્રીમિયમ ચાઈલ્ડ પ્લાન છે, જેમાં તમે પ્રીમિયમ પેમેન્ટ પર ફ્લેક્સિબલ અભિગમ અપનાવી શકો છો. તમે પ્રીમિયમ માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ચૂકવી શકો છો. 

ટેક્સમાં છૂટ

આવકવેરા કાયદાના જૂના ટેક્સ રિજીમમાં તમે કલમ 80C હેઠળ આ વીમા પર કર લાભો પણ મેળવો છો. તમે તમારા બાળક માટે વીમાના રૂપમાં રોકાણ કરો છો તેના પર તમને રિબેટ મળે છે. આ વીમા યોજનાઓ માટે ચૂકવવામાં આવેલ પ્રીમિયમ તમારી કુલ કરપાત્ર આવકમાંથી રૂ. 1.5 લાખ સુધીની કપાત માટે પાત્ર છે. આવકવેરા અધિનિયમની કલમ 10(10D) હેઠળ, બાળ વીમા યોજનાઓમાંથી મળતો પરિપક્વતા લાભ સંપૂર્ણપણે કરમુક્ત છે. આનો અર્થ એ છે કે મેચ્યોરિટી પર મળેલી એકસામટી રકમ, કમાયેલા બોનસ સહિત તમામ નફો આવકવેરામાંથી બાકાત છે.

  બાળકના ભવિષ્યને સુરક્ષિત કરતી યોજના, આકર્ષક રિટર્ન અને ટેક્સમાં મુક્તિ સહિત અનેક લાભો 2 - image


Google NewsGoogle News