કેન્દ્ર સરકારના પેન્શનધારકો માટે દિવાળી ગિફ્ટ! આ વયના લોકોને મળશે વધારાના પેન્શનનો લાભ
Additional Pension For Pensioners: પેન્શન અને પેન્શનર્સ વેલફેર ડિપાર્ટમેન્ટે (DoPPW) કેન્દ્ર સરકારના પેન્શનધારકોને દિવાળી પૂર્વે જ મોટી ગિફ્ટ આપી છે. હવે 80 વર્ષ કે તેથી વધુ વયના પેન્શનધારકો વધારાના પેન્શનનો લાભ લઈ શકશે. જેને કમ્પેશનટ અલાઉન્સ (રહેમતી ભથ્થુ) તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકારની આ નવી માર્ગદર્શિકા કેન્દ્ર સરકારના નિવૃત્ત કર્મચારીઓ કે જેઓ 80 વર્ષ કે તેથી વધુની વયમર્યાદા ધરાવે છે. તેમને આ લાભ આપશે.
કોને કેટલુ વધારાનું ભથ્થું
પેન્શનધારકોને આ કમ્પેશનટ એલાઉન્સ વયમર્યાદા મુજબ અલગ-અલગ હશે. જેમાં 80થી 85 વર્ષની વયમર્યાદા ધરાવતા પેન્શનધારકોને તેમના બેઝિક પેન્શન/કમ્પેશનટ અલાઉન્સના 20 ટકા વધારાનું ભથ્થુ મળશે. 85થી 90 વર્ષની વયમર્યાદા ધરાવતા પેન્શનધારકોને બેઝિક પેન્શન/કમ્પેશનટ અલાઉન્સના 30 ટકા, જ્યારે 90થી 95 વર્ષની વયજૂથના પેન્શનધારકોને 40 ટકા 95થી 100 વર્ષના પેન્શનધારકોને 50 ટકા, જ્યારે 100 વર્ષથી વધુ વયજૂથના પેન્શનધારકોને 100 ટકા પેટે વધારાનું ભથ્થુ મળશે.
કોને મળશે?
આ વધારાનું પેન્શનનો અમલ પેન્શનધારક જ્યારે મર્યાદિત વયનું થાય ત્યારથી જ લાગુ થશે. ધારો કે, પેન્શનધારક 27 ઓક્ટોબર, 1944ના રોજ જન્મ્યો હોય તો તેને 27 ઓક્ટોબર, 2024ના રોજથી જ 80 વર્ષની વય સાથે 20 ટકા પેટે વધારાનું પેન્શન મળવાપાત્ર રહેશે. આ નવો નિયમ તાત્કાલિક ધોરણે લાગુ કરવામાં આવ્યો છે. DoPPW એ બેન્કો અને તમામ વિભાગોને આ નવા નિયમનું પાલન કરવા આદેશ આપ્યો છે.